આગરામાં મંદિરના સમર્થનમાં બહાર આવ્યા મુસ્લિમો, કહ્યું- ‘બુલડોઝર ચાલશે તો અમે સૌથી આગળ રહીશું’

રેલ્વેએ પોતાની જમીન પરથી અતિક્રમણ હટાવવાની કવાયત શરૂ કરી દીધી છે. આ અંતર્ગત ભારતીય રેલ્વેએ આગ્રાના રાજા કી મંડી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી 250 વર્ષ જૂના ચામુંડા દેવી મંદિરને ખસેડવા માટે નોટિસ જારી કરી છે. જો કે રેલવેના આ નિર્ણયનો ભારે વિરોધ થઈ રહ્યો છે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ શુક્રવારે આગરામાં DRMની ઓફિસમાં ‘હનુમાન ચાલીસા’નો પાઠ કર્યો હતો. તે જ સમયે, મુસ્લિમ સમુદાય પણ એકતા દર્શાવીને મંદિર હટાવવાના વિરોધમાં ઉભા થયા છે.

image source

ભાજપના નેતા શબાના ખંડેલવાલની આગેવાની હેઠળના મુસ્લિમ સમુદાયના સભ્યોએ પણ તેમની એકતા દર્શાવી, તેને “વિશ્વાસની બાબત” ગણાવી અને કહ્યું કે સરકારે સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે કંઈ કરવું જોઈએ નહીં.

ઓલ ઈન્ડિયા ઉલેમા બોર્ડ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ખંડેલવાલે જણાવ્યું હતું કે, “જો સત્તાવાળાઓ મંદિરને તોડવા માટે બુલડોઝરનો ઉપયોગ કરશે, તો હું તેની સામે સૌથી પહેલા ઉભો રહીશ” સરકાર અથવા વહીવટીતંત્ર દ્વારા નવા ધાર્મિક માળખાના નિર્માણને અટકાવી શકાય છે પરંતુ પ્રાચીન મંદિર ખસેડવું યોગ્ય નથી.”

image source

જણાવી દઈએ કે 20 એપ્રિલે મંદિરના પૂજારીને આપવામાં આવેલી નોટિસમાં રેલવે અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે મંદિરની રચના મુસાફરોને અસુવિધા પહોંચાડી રહી છે અને ટ્રેનના સંચાલનની સુરક્ષાને અસર કરી રહી છે.