આજથી બદલી નાખો સવારની આ ખરાબ આદતોને, નહિં તો સમય જતા થઇ જશો જાડિયા અને બનશો મજાકનું પાત્ર

વજન ઘટાડવું એ એક ક્રિયા છે જેમાં ઘણી નાની વસ્તુઓનો સમાવેશ થાય છે. તમારી ઘણી નાની ટેવો વજન ઘટાડવા અને વધારવા માટે જવાબદાર છે. સવારની ટેવ વજન ઘટાડવા માટે સૌથી વધુ જવાબદાર છે, જેના કારણે તમારું વજન તો ઝડપથી વધે જ છે સાથે તે તમને ગંભીર બીમાર પણ કરી શકે છે. સવારની ટેવ એવી હોવી જોઈએ કે તમારું શરીર સ્વસ્થ રહે અને તમે દિવસભર તાજગી અનુભવો. તો ચાલો અમે તમને જણાવીએ કે સવારની કઈ આદતો છે જેનાથી તમારું વજન વધી શકે છે.

ચા થવા કોફી પીવી

image source

સવારે ઉઠીને પાણી પીવાના બદલે ચા અથવા કોફીનું સેવન કરવું. મોટાભાગના લોકો રાત્રે પાણી પીને સૂઈ જાય છે. આવી સ્થિતિમાં સવાર સુધી શરીરમાં પાણીનો અભાવ જોવા મળે છે. રાતથી સવાર સુધીમાં શરીરને પાણીની જરૂરિયાત હોય છે, ઓછું પાણી પીવાથી શરીર ડિહાઈડ્રેડ થાય છે અને તેની સીધી અસર પાચન સિસ્ટમ પર થાય છે. આ માટે, સવારમાં ઉઠવું અને પ્રથમ હળવા ગરમ પાણીમાં લીંબુ મિક્સ કરીને લીંબુ પાણી પીવું મહત્વપૂર્ણ છે. તમે પહેલા સામાન્ય પાણી પણ પી શકો છો.

પેકેટ જ્યુસ પીવું

image soucre

જો તમને નાસ્તામાં જ્યુસ પીવાનું પસંદ હોય તો પેકેટનો જ્યૂસ ન પીવો. તેમાં ચરબી અને ખાંડ ખૂબ વધારે હોય છે. સવારના નાસ્તામાં તાજા ફળોનો રસ બનાવો અને આ તાજા રસનું સેવન કરો. વધુ સ્વસ્થ રહેવા માટે આ રસમાં ખાંડ ના ઉમેરો.

બેસીને નાસ્તો ન કરવો

ઘણા લોકોની આદત હોય છે, ઓફિસમાં કામની ચિંતામાં તે લોકો ચાલતા-ભાગતા નાસ્તો કરે છે. આવી રીતે નાસ્તો બિલકુલ ન કરવો જોઇએ. ખોરાક આ રીતે સરળતાથી પચતું નથી. ખોરાક હંમેશા ધીમે ધીમે ચાવવું જોઈએ જેથી શરીરને તેનું સંપૂર્ણ પોષણ મળે.

નાસ્તો ન કરવો

image source

બધા લોકો સવારનો નાસ્તો કર્યા વગર જ ઘરની બહાર નીકળી જાય છે. આ કરવાથી મેટાબિલિઝમ ધીમું થાય છે. રાત્રિભોજન પછી, જયારે સવારે વેહલા ઉઠો ત્યારે શરીરને પાણી સાથે ખોરાકની જરૂર પણ હોય છે. તેથી સવારે ઉઠીને તંદુરસ્ત નાસ્તો કરો અને સ્વસ્થ રહો.

જંક ફૂડ અથવા ફાસ્ટ ફૂડનું સેવન

image soucre

નાસ્તામાં કંઇક વસ્તુ ન બનાવી શકવાના કારણે ઘણા લોકો જંક ફૂડ અથવા ફાસ્ટ ફૂડનું સેવન કરે છે. આમ કરવું યોગ્ય નથી. તેનાથી પેટની સમસ્યા થઈ શકે છે. તે તમને ગંભીર રોગોની પકડમાં પણ લાવી શકે છે.

કેલરીયુક્ત આહાર

આહારમાં વધુ કેલરી જાડાપણા તરફ દોરી જાય છે. શક્ય તેટલું ઓછું કેલરીનું સેવન કરો. જો તમે વધુ કેલરીનું સેવન કર્યું છે, તો તમે તે કેલરી બર્ન કરવા માટે સ્પીડ વોક, જોગિંગ, વોકિંગ અથવા કેટલીક કસરતની મદદ લઈ શકો છો.

સવારે ઉઠીને પણ સૂતું રેહવું

image source

સવારે ઉઠ્યા પછી પણ લાંબા સમય સુધી પથારીમાં રેહવું ખરાબ ટેવ છે. તે શરીરની ઉર્જા ઘટાડે છે અને તમને દિવસભર થાક અનુભવે છે.

વધુ મીઠાનું સેવન

જો તમને જમવામાં મીઠું ઓછું લાગે અને ઉપરથી મીઠું છાંટીને ખાવાની આદત હોય તો તમારી આ સરળ આદત પણ તમારું વજન વધારી શકે છે. કારણ કે મીઠું શરીરમાં પાણીને રોકે છે અને આનાથી હાઈ બ્લડ પ્રેશર થવાની શકયતા પણ રહે છે. તેથી તમારે વધુ મીઠાવાળો ખોરાક ખાવાનું ટાળવું જોશે.

આલ્કોહોલ

image soucre

જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે આલ્કોહોલ પીવાનું બંધ કરવું પડશે. હાલના સમયમાં ઘણા લોકો દરરોજ આલ્કોહોલનું સેવન કરે છે જો તમે દરરોજ આલ્કોહોલનું સેવન કરો છો, તો આજે તેને છોડી દો કારણ કે તે તમારું વજન ઓછું કરવાને બદલે સતત તમારું વજન વધારશે.

ઊંઘ પુરી ન થવી

image soucre

આજકાલ લોકો મોટે ભાગે આખી રાત મોબાઈલ અને લેપટોપમાં વ્યસ્ત રહે છે અને સવારે કામ પર જવાને કારણે વહેલા જાગે છે, જેના કારણે તેઓ પુરી ઊંઘ નથી લઈ સકતા અને પૂરતી ઊંઘ ન આવવાને કારણે વજન વધવાની સમસ્યા ઉભી થાય છે. ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે લોકો રાતે મોડા સૂઈને સવારે મોડા ઉઠે છે, આ રીતે ઊંઘના ખોટા સમયના કારણે પણ વજન વધી શકે છે.

અહીં જણાવેલી સરળ ટિપ્સ તમારા જાડાપણાની સમસ્યા દૂર કરવામાં મદદ કરશે –

– જો તમે સ્વસ્થ રહેવા અને જાડાપણાથી બચવા માંગો છો, તો પછી હંમેશા એક વાત ધ્યાનમાં રાખો કે તમારો નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિનું ભોજન દરરોજ નિયમિત અને એક જ સમય પર હોવું જોઈએ. આ તમે વધુ ખોરાક લેતા અટકાવશે. જેથી તમારું વજન અને જાડાપણું નિયંત્રણમાં રહેશે.

image soucre

– ચાલવું, ઝડપથી ચાલવું અને દોડવું એ એક કસરત જ છે જે તમારું વજન ઝડપથી ઘટાડે છે. ઝડપથી ચાલવાથી તમને થોડા દિવસોમાં જ ઇચ્છિત પરિણામો સરળતાથી મળી રહે છે. ફક્ત ચાલવાથી તમે 0.46 કિગ્રા એટલે કે એક પાઉન્ડ વજન ઓછો કરી શકો છો, પરંતુ તે બધું જ તમે એક અઠવાડિયામાં કેટલું ચાલશો તેના પર નિર્ભર છે. તમે ચાલવાની જગ્યાએ પગથિયાં ચડીને-ઉતરીને પણ વજન ઘટાડી શકો છો, પરંતુ તમારે આ કાર્ય નિયમિત રીતે કરવા જોશે તો જ તમારો વજન સરળતાથી ઓછો થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત