આંકડા તો જુઓ, 20 વર્ષમાં ભાજપે કોંગ્રેસમાંથી 65 MLA-MPને ખેંચી લઈ કેસરિયો પહેરાવ્યો, 2000થી વધુ તો હોદ્દેદારોએ ભાજપમાં એન્ટ્રી લીધી

પક્ષપલટાવિરોધી કાયદા હોવા છતા પણ આપના દેશના રાજકારણમા પક્ષપલટાનુ કલંક ક્યારેય મિટાવી શકાયુ નથી. રાજ્યમા છેલ્લા ૫૦ વર્ષથી આયારામ ગયારામથી માંડીને લિયારામ અને દિયારામ સુધી પક્ષપલટો થતો આવ્યો છે. છેલ્લા ૨૫ વર્ષથી એકહથ્થુ શાસન કરી રહેલા ભાજપમા સત્તા મેળવવા માટે કોંગ્રેસના ધારાસભ્યોનો પણ મોટો ફાળો છે. ૨૦૦૨થી ૨૦૨૨ સુધીના ૨૦ વર્ષમા ભાજપે કોંગ્રેસના ૬૫થી વધુ ધારાસભ્યો અને ૨૦૦૦થી વધુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ચૂંટાયેલા હોદ્દેદારોની ભાજપમાં ભરતી કરી હતી. એ જોતાં હાલ ભાજપમાં ૨૫ ટકા કોંગ્રેસના આયાતી છે.

કોંગ્રેસનો રેકોર્ડ ભાજપ તોડી શક્યો નથી :
રાજયમાં ભાજપ સત્તા આવ્યા પછી સૌથી વધારે સમય સુધી મુખ્યમંત્રી પદે રહેવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદીએ બનાવ્યો હતો, પરંતુ માધવસિંહ સોલંકીનો સૌથી વધારે ૧૪૯ બેઠકનો રેકોર્ડ હજુ સુધી બીજેપી સરકાર તોડી શકી નથી. ખાસ કરીને ૨૦૦૨થી ૨૦૧૪ સુધી મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદી હતા. ત્યાર બાદ આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી પણ મુખ્યમંત્રીપદ પર રહ્યા હતા, જ્યારે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીના સમયે શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદ પર છે.

गांधीनगर भूपेंद्र पटेल होंगे गुजरात के नये मुख्यमंत्री, साल 2017 में जीते  थे घाटलोडिया सीट से विधानसभा चुनाव
image sours

 

મિશન ૧૫૦+ પાર પાડવા માટે બીજેપીએ ભરતીમેળો શરૂ કર્યો હતો :
ગુજરાતમા ૨૦૧૭ની ચૂંટણીમા પાટીદાર અનામત આંદોલનને લીધે બીજેપીને ૨૦ વર્ષમા સૌથી ઓછી ખાલી ૯૯ બેઠક જ મળી હતી. હવે ૨૦૨૨ની ચૂંટણી પાસે આવી રહી છે, ત્યારે બીજેપીને ૧૫૦+ મિશન પાર પાડવા માટે પાટીદાર સમાજની સાથે સાથે આદિવાસી અને બીજા સમાજ, જ્ઞાતિને સાથે લેવાનો પણ પ્રયત્ન જોરશોરથી કરી રહ્યા છે. એટલું જ નહીં, કૉંગ્રેસના ખમતીધર અને વજનવાળા ધારાસભ્યોને બીજેપીમા જોડવાનુ પણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

ઘનશ્યામ ઓઝાથી લઈને કેશુભાઈએ કરવો પડ્યો હતો પક્ષપલટાનો સામનો :
૧૯૬૦મા ગુજરાતની રચના થઈ ત્યારે ડો.જીવરાજ મહેતાની કોંગ્રેસી સરકાર અસ્તિત્વમા આવી હતી. તેના ૧૬ ધારાસભ્યોએ પક્ષાંતર કર્યું! ૧૯૬૭થી ૧૯૭૧મા ૧૬૮ પૈકી ૧૦૧ ધારાસભ્યોએ પોતાના પક્ષને બદલ્યો હતો. ઘનશ્યામ ઓઝા, બાબુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી અને કેશુભાઈ પટેલને પણ આ પક્ષપલટાઓનો સામનો કરવો પડ્યો અને પોતાની સત્તા પણ ગુમાવી દીધી હતી.

कांग्रेस को एक और झटका, पार्टी के टिकट पर 3 बार चुनाव लड़े नेता सहित 100  कांग्रेसी बीजेपी में शामिल - defections in mp congress 100 workers  including gopal singh engineer left
image sours

છેલ્લા ૫ વર્ષમાં ૧૬ ટકા જેટલા કોંગ્રેસી નેતા બીજેપીમા જોડાયા :
ઉલ્લેખનીય છે કે રાજયમાં ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી બાદ છેલ્લા પાંચ વર્ષમા કોંગ્રેસના ૧૬ ધારાસભ્ય (૨૦ ટકા) ભાજપમા સામેલ થઈ ગયા છે. આવતા દિવસોમા પણ હજુ પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો બીજેપીમા સામેલ થાય એવી શક્યતા દેખાય રહી છે.

કોંગ્રેસી નેતાઓના એ નિવેદનો, જે બીજેપી જોઇન કરતી વખતે આપ્યા હતા… :

દેશને મજબૂત કરવા માટે પીએમ મોદીએ કરેલાં કાર્યોની હું હંમેશા માટે પ્રશંસા કરતો આવ્યો છું. – કુંવરજી બાવળિયા

પીએમના હાથ વધારે મજબૂત કરવા ખૂબ જરૂરી છે. તેથી હું સરકારમા જોડાઈને પ્રજાની સેવા સારી રીતે થાય. – જવાહર ચાવડા

કોંગ્રેસના વધારે લોકો આમાં જોડાશે. પીએમ મોદીમા પ્રજાલક્ષી કામો આગળ વધારશે. – બ્રિજેશ મેરજા

કોંગ્રેસમા લોકહિત માટે કોઈ પણ રાજનીતિ નથી થતી. કોંગ્રેસમા સ્વાર્થનું રાજકારણ રમાય રહ્યું છે. – અલ્પેશ ઠાકોર

Gujarat By-poll 2019: जिस बीजेपी को कोसते थे अल्पेश ठाकोर, उसी भगवा पार्टी  ने अब दिया एमएलए का टिकट | Jansatta
image sours