આસમાનમાંથી આગ વરસી રહી છે, 2000થી વધુ ગાયોના મોત, ડરી જાવ એવો વીડિયો કાચાપોચા હૃદયના લોકો ન જુએ

અમેરિકા આ ​​દિવસોમાં જીવલેણ ગરમીનો સામનો કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર કેન્સાસમાં 2000થી વધુ ગાયોના મોત થયા છે. આ ઘટનાનો એક ભયાનક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ખેતરમાં હજારો ગાયો મૃત હાલતમાં જોવા મળી રહી છે.

ઉચ્ચ ભેજના સ્તરને કારણે સપ્તાહના અંતમાં પશુઓ મૃત્યુ પામ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે કેન્સાસના આરોગ્ય અને પર્યાવરણ વિભાગને મૃત્યુની જાણ કરવામાં આવી હતી, જેઓ મૃતદેહોને કાઢવામાં મદદ કરવા પહોંચ્યા હતા.

અમેરિકાના સાઉથઈસ્ટ અને અપર મિડવેસ્ટના વિસ્તારમાં તીવ્ર ગરમી છે. લગભગ 120 મિલિયન લોકો અમુક પ્રકારની એડવાઈઝરીને અનુસરી રહ્યા છે. કેન્સાસ પણ જીવલેણ ગરમીની ઝપેટમાં છે. કેન્સાસ એ અમેરિકાના ટોચના ત્રણ બીફ ઉત્પાદક રાજ્યોમાંનું એક છે. એક એજન્સી અનુસાર, 1960ના દાયકાથી ચાર દાયકામાં દેશમાં હીટવેવની આવર્તન, અવધિ અને તીવ્રતામાં વધારો થયો છે.

નેશનલ વેધર સર્વિસ (NWS) એ ચેતવણી આપી છે કે ઇન્ડિયાના, ઓહિયો અને કેન્ટુકીમાં પારો 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. NWS એ જણાવ્યું હતું કે, “ઉચ્ચ દબાણના ગુંબજથી સમગ્ર પ્રદેશમાં સામાન્ય કરતાં વિક્રમજનક તાપમાન પેદા થવાની ધારણા છે.”

image source

નિષ્ણાંતોએ વધતી ગરમીને ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે તેની ભયંકર આર્થિક અસર પણ થઈ શકે છે. યુરોપીયન એન્વાયર્નમેન્ટ એજન્સી (EAA) એ અંદાજ લગાવ્યો છે કે 1980 અને 2000 વચ્ચે 32 યુરોપીયન દેશોમાં હીટવેવનો ખર્ચ 27 થી 70 બિલિયન યુરોની વચ્ચે હતો. વધુમાં, હીટવેવ અને દુષ્કાળ એ કૃષિ ખાદ્ય સુરક્ષા માટે મુખ્ય જોખમો છે.