આશ્રમ 3ને લઈ આ અભિનેત્રીએ કર્યો મોટો ધડાકો, કહ્યું- મે પપ્પાને પૂછીને જ બોલ્ડ સીન આપ્યા હતા

વેબ સિરીઝ દ્વારા અનેક કલાકારોની ડૂબતી કારકિર્દીને સપોર્ટ મળ્યો છે. તેમાં અભિનેતા બોબી દેઓલ પણ સામેલ છે. આશ્રમ વેબ સિરિઝ દ્વારા તેમને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો છે. ‘આશ્રમ-1’ અને ‘આશ્રમ-2’ પછી ‘આશ્રમ-3’ આવે છે. આ સીરિઝ સાથે જોડાયેલા અન્ય કલાકારો પણ ચર્ચામાં છે. અનુરિતા ઝા પણ તેમાંથી એક છે. તેમણે ‘આશ્રમ 3’માં ઇન્ટિમેટ સીન્સ આપ્યા છે. જો કે આમ કરતા પહેલા તેણે પોતાના પિતા સાથે વાત કરી હતી અને તેણે ખૂબ જ સરસ જવાબ આપ્યો હતો. આ વાત અનુરિતા પોતે જ કરે છે.

image source

એક ઈન્ટરવ્યુમાં અનુરિતાએ કહ્યું કે, “મેં મારા પરિવારને પહેલા જ જણાવી દીધું હતું. તેથી જ હું ખૂબ જ ઉત્સાહિત છું. આ માર માટે પહેલીવાર છે જ્યારે મેં મારા માટે કોઈ ઇન્ટિમેટ દ્રશ્ય કર્યું છે. મેં મારી કારકિર્દીમાં હજી સુધી એવું કશું કર્યું નથી. મેં તે કર્યું તે પહેલાં, મેં મારા પપ્પાને ફોન કર્યો અને કહ્યું, “પપ્પા,આવું હશે, શું હું કરું?” આના પર તેમણે કહ્યું કે ” હા બિન્દાસ થી કર. તેથી જ હું ઠીક હતી. ”

image source

અનુરિતાએ ‘આશ્રમ’ ના દિગ્દર્શક પ્રકાશ ઝા સાથે કામ કરવાનો પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો. તેમણે સમજાવ્યું કે પ્રકાશ ઝાએ કેવી રીતે ઇન્ટિમેટ દ્રશ્ય કરતી વખતે તેમને સુરક્ષિત અનુભવ કરાવ્યો. અનુરીતાએ કહ્યું કે ઇન્ટિમેટ સીન શૂટ કરવું સરળ હતું કારણ કે પ્રકાશ ઝા પોતાના કામમાં એક્સપર્ટ છે અને એક કલાકાર તરીકે તે તમારા પર ભરોસો રાખે છે અને વાતાવરણને એકદમ સુરક્ષિત રાખે છે. જણાવી દઈએ કે અનુરીતા ફરી એકવાર ‘આશ્રમ 3’માં કવિતાના રોલમાં જોવા મળશે. તે ૩ જૂને મેક્સ પ્લેયર પર રિલીઝ થવાની છે.