નાના કરમદાના આ છે હેલ્થને લગતા મોટા ફાયદા, સ્વાસ્થ્યને આ રીતે રાખે છે ટનાટન

કરમદા સ્વાદમાં ખાટા હોય છે. તેનો સ્વાદ સૌને પસંદ આવે તેવો હોય છે. તમે જાણો છો કે આ અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે અને સાથે સ્વાસ્થ્ય સંબંધી અનેક તકલીફોને દૂર કર છે. તેને તમે અથાણું, ચટણી, જ્યૂસ અને શાકના રૂપમાં ખાઈ શકો છો. સ્વાદને વધારનારા કરમદાને વિશે તમને જણાવીએ કે તે પ્રોટીન, વિટામીન સી, આયર્ન અને કેલ્શિયમ તથા ફોસ્ફરસનો સોર્સ છે. તે સ્વાદ જ વધારે છે તેવું નથી પણ હેલ્થ સંબંધી મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરે છે. તો જાણી લો તેના ફાયદા અને કરો ખાવાનું શરૂ.

image source

આ છે કરમદા ખાવાથી શરીરને થતા ફાયદા

દાંત અને મસૂડાને કરે છે ફાયદો

કરમદાનું સેવન કરવાનું દાંત અને મસૂડાને માટે ફાયદો કરનારું રહે છે. તેના સેવનથી દાંતની મજબૂતી તો વધે છે અને સાથે જ મસૂડા પણ સ્વસ્થ અને મજબૂત રહે છે. તેનાથી શ્વાસની દુર્ગંઘ અને પાયરિયાના સંક્રમણને દૂર કરવામાં મદદ મળી રહે છે.

પેટને રાખે છે સ્વસ્થ

image source

કરમદાનું સેવન કરવાથી પેટ સંબંધી તકલીફો દૂર થાય છે. તેના સેવનથી ગેસ, કબજિયાત અને એસિડિટી દૂર થાય છે અને સાથે લૂઝ મોશનની સમસ્યામાં પણ રાહત મળે છે. આંતરડાને સ્વસ્થ રાખવામાં તે સારી ભૂમિકા નિભાવે છે.

વધારે છે ઇમ્યુનિટી

image source

હાલમાં કોરોના વાયરસ નામની મહામારી ચાલી રહી છે ત્યારે તમારે તમારી ઇમ્યુનિટીનો ખ્યાલ રાખવાનું જરૂરી બને છે. જો તમે પણ સ્વસ્થ પ્રણાલીને કાયમ રાખવા ઇચ્છો છો તો તમે તેનું સેવન કરો તે લાભદાયી છે. તે શરીરને અનેક રોગ સાથે લડવાની શક્તિ આપે છે. તેમાં આયર્ન, હિમોગ્લોબીન હોવાથી શરીરમાં લોહીની ખામી રહેતી નથી.

કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે

image source

કરમદાને કાચા, શાક કે જ્યૂસની મદદથી તમે ઉપયોગમાં લઈ શકો છો. તેનાથી કોલેસ્ટ્રોલનું લેવલ નિયંત્રણમાં રહે છે. આ સિવાય દિલ સંબંધિત બીમારીનો ખતરો ઘટે છે.

વજન ઘટાડવામાં કરે છે તમારી મદદ

image source

જ્યારે તમે કરમદાનું સેવન કરો છો કો તમે વજન ઘટાડવામાં પણ રાહત મેળવી શકો છો. તેમાં ફાઈબર હોવાના કારણે તેના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહી શકે છે. તેના કારણે વારેઘડી થોડું થોડુ ખાવાની ઈચ્છા થતી નથી. આ કારણે તમને વજન ઘટાડવામાં મદદ મળી રહે છે.

જો તમે આ ઉપાયો જાણીને સમજી ચૂક્યા છો તો તમારી હેલ્થ માટે તમે આ કરમદાનું સેવન સીઝન આવતા જ શરૂ કરો અને તમારી હેલ્થને સ્વસ્થ રાખો તે જરૂરી છે. હવે તેના લાભ જાણી લીધા બાદ તમે પણ તેને ડાયટમાં સામેલ કરી લેશો તે ચોક્કસ વાત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત