અદ્ભુત સંયોગ! 2 દેશો, 2 અલગ-અલગ લીગ, 2 રાષ્ટ્રીય ટીમના કેપ્ટન, આ શરમજનક રેકોર્ડ નોંધાયો

મુંબઈ ઈન્ડિયન્સે આખરે IPL-2022માં તેમની પ્રથમ જીત મેળવી છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ, મુંબઈએ 30 એપ્રિલે સિઝનની 44મી મેચમાં રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હરાવ્યું હતું. પડોશી દેશના સુકાની બાબર આઝમ સાથે પણ આવું જ બન્યું છે એ પણ એક અદ્ભુત સંયોગ છે.

image source

અહીં અમે બે T20 લીગ વિશે વાત કરી રહ્યા છીએ. આ વર્ષે પાકિસ્તાનમાં રમાયેલી પાકિસ્તાન સુપર લીગમાં બાબર આઝમની સુકાની કરાચી કિંગ્સે પ્રથમ 8 મેચ હાર્યા બાદ પ્રથમ જીત મેળવી હતી. પીએસએલનો આ રેકોર્ડ હવે આઈપીએમાં પણ જોવા મળ્યો છે.

રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે IPL-2022ની પ્રથમ 8 મેચ હાર્યા બાદ 9મી મેચ જીતી છે. ખાસ વાત એ છે કે રોહિત શર્મા અને બાબર આઝમ બંને પોત-પોતાના દેશની રાષ્ટ્રીય ટીમના કેપ્ટન પણ છે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર બેટ્સમેન તરીકે બંનેની મોટી ઓળખ છે.

image source

તમને જણાવી દઈએ કે PSL-2022માં કરાચી કિંગ્સે 10માંથી માત્ર 1 મેચ જીતી હતી. આ ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ પણ માત્ર 1 જીત સાથે છેલ્લા સ્થાને છે.