‘અગ્નિપથ યોજના’ને આવી અનોખી રીતે સમર્થન કોઈએ નહીં વિચાર્યું હોય, કચ્છના દયાપરના યુવાને પગાર લીધા વગર સેનામાં ભરતી થવા લોહીથી પત્ર લખ્યો

કેન્દ્ર સરકારે ભારતીય સેનામા ભરતી બાબતે જાહેર કરેલ અગ્નિપથ યોજનાનો દેશના ઘણા રાજ્યોમા હજારો છાત્રો વિરોધ કરે છે. તેઓ સરકારી સંપત્તિને પણ ઘણું નુકસાન પહોંચાડી રહ્યા છે. તેવામા સરકારની આ યોજનાના સમર્થનમા મૂળ ભાવનગર જિલ્લાના ટીમાણા ગામના એક વતની અને હાલમાં દયાપરમા રહેતા ૨૩ વર્ષના યુવાને કેન્દ્રીય રક્ષામંત્રીને પોતાના લોહીથી પત્ર લખીને શૂન્ય વેતનની સાથે સેનામા જોડાઇને દેશની સેવા કરવાની ઇચ્છા દર્શાવી છે, સાથે સાથે હાલમા જ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી રહેલા છાત્રોને પણ તેમણે આવો હિંસક વિરોધ બંધ કરવા માટે અપીલ કરી છે.

મૂળ નાનકડા ટીમાણાના વતની દીપક ડાંગરે અમારી સાથે વાત કરતા જણાવ્યુ કે હાલમાં કચ્છ યુનિવર્સિટીમા એમએસડબ્લ્યુમા અભ્યાસની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ કરે છે. દેશદાઝની ભાવના તેને બાળપણથી જ માતા પિતા પાસેથી મળી હતી. આ પરિવારના સભ્યો આર્મી, નેવી અને બીજી સુરક્ષા એજન્સીઓમા ફરજ બજાવે છે એમ કહેતા ઉમેર્યું હતુ કે સાડાચાર હજાર જેટલી વસતિ ધરાવતા આ ગામના ૨૦ જેટલા યુવાનો સેનામા ફરજ બજાવે છે.

image sours

તેમણે એક બોટલ લોહી એકઠું કર્યું હતું :
શાળાકાળમા જ એનસીસીના કેડેટ રહેલા આ યુવાને ભારતીય સેનામા સૈનિક તરીકેની ફરજ બજાવવાની અદમ્ય ઇચ્છા પણ વ્યક્ત કરી છે કોઇપણ વેતન લીધા વગર દેશસેવાની તક મળે એવા આશય સાથે પોતાના રક્તથી રક્ષામંત્રીને પત્ર લખ્યો હોવાનુ કહ્યુ હતુ. તેમણે દયાપરના આરોગ્ય કેન્દ્રમા પોતાનું લોહી એક બોટલમા ભેગું કરીને તેમણે પત્રમા લખાણ કર્યું હતુ, તેમા સેનામાં તક મળશે તો નોકરી પણ શરૂ કરવાથી પૂરી થાય ત્યા સુધી એકપણ રૂપિયાનુ વેતન લીધા વગર ફરજ બજાવવાની તૈયારી દર્શાવી હતી.

હાલમાં દેશમા આ યોજના સામે વિરોધ થઈ રહ્યો છે :
ભારત સરકારે જાહેર કરેલી આ નવી ભરતી યોજનાને પણ આ યુવાને ટેકો જાહેર કર્યો હતો. તો હાલમાં દેશમા વિરોધના નામે ઘણી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે એને પણ દુ:ખદ લેખાવ્યો છે, આ સાથે આ યુવાને ઉમેર્યું હતુ કે યુવાનો જે દેશની જાહેર સંપત્તિને નુકસાન કરે છે હું તે યુવાનો વિરુદ્ધમા છું, કેમ કે સૈનિક દેશનુ રક્ષણ કરે છે, એને નુકસાન નથી કરતો.

image sours