આલિયા ભટ્ટ પાસે નથી ભારતીય નાગરિકતા, પોતાની નાગરિકતા પર કરી આવી વાત, જાણો હવે શું થશે

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ભારતીય સિનેમાનો એક મોટો ચહેરો છે. બોલિવૂડના દિગ્ગજ કલાકારો પણ તેમણે નાની ઉંમરે જે સફળતાની ઊંચાઈઓને સ્પર્શી છે તેના વખાણ કરે છે. હિન્દી ફિલ્મોની ટોચની અભિનેત્રી બની ગયેલી આલિયાની પાસે ઘણી હિટ ફિલ્મો છે. હવે આલિયા બહુ જલ્દી અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કરવા જઈ રહી છે.

આ અહેવાલો વચ્ચે આલિયા અને રણબીર વિશે ઘણી રસપ્રદ વાતો સામે આવી રહી છે. તેમની પ્રથમ ડેટિંગ, પારિવારિક સંબંધો વગેરે. આમાંથી એક સવાલ આલિયાની નાગરિકતા પર પણ ઊભો થયો છે. આલિયા ભારતીય અભિનેત્રી હોવા છતાં ભારતીય નાગરિક નથી. તેણી બ્રિટિશ નાગરિકતા ધરાવે છે. આલિયા પોતાની બ્રિટિશ નાગરિકતાના કારણે વોટ પણ નથી કરતી.

image source

ભારતીય નાગરિકતા પર આલિયાએ શું કહ્યું?

થોડા વર્ષો પહેલા એક ઈન્ટરવ્યુમાં આલિયાએ વોટિંગ અને તેની નાગરિકતા વિશે વાત કરી હતી. તેણીએ કહ્યું હતું- ‘દુર્ભાગ્યે હું મત આપી શકતી નથી કારણ કે મારી પાસે બ્રિટિશ પાસપોર્ટ છે. આગલી વખતે જ્યારે મને બેવડી નાગરિકતા મળશે ત્યારે હું ચૂંટણીમાં મતદાન કરવાનો પ્રયાસ કરીશ (ભારતમાં બેવડી નાગરિકતાની કોઈ જોગવાઈ નથી.)’

તેના પિતા મહેશ ભટ્ટે એકવાર આલિયાની બ્રિટિશ નાગરિકતા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે- આલિયાની માતા સોની રાઝદાન બ્રિટિશ મૂળની છે. તેનો જન્મ બર્મિંગહામમાં થયો હતો. તેથી આલિયાને આપોઆપ બ્રિટિશ નાગરિકતા મળી ગયો.

આલિયા-અક્ષય પર KRKનો ટોણો

ઘણી વખત અક્ષય કુમાર પણ નાગરિકતાને લઈને લોકોના નિશાના પર આવી ચૂક્યા છે. અક્ષય કુમાર કેનેડાની નાગરિકતા ધરાવે છે. કમાલ આર ખાન (કેઆરકે) પણ આ અંગે ઘણી વખત હોબાળો કરી ચૂક્યો છે. તાજેતરમાં, એક ટ્વિટમાં, તેણે ફરીથી નાગરિકતા પર સેલેબ્સ પર ટોણો માર્યો. તેણે ટ્વીટ કર્યું- ‘જો હું એક કલાક માટે પણ વડાપ્રધાન બનીશ તો મારું પહેલું કામ અક્ષય કુમાર, આલિયા ભટ્ટ અને જેકલીન ફર્નાન્ડિસને દેશની બહાર લઈ જઈને તેમના દેશમાં મોકલવાનું હશે.’

આલિયા અને અક્ષય સિવાય બોલિવૂડના બીજા કેટલાક સ્ટાર્સ પણ વિદેશી નાગરિકતા ધરાવે છે. દીપિકા પાદુકોણ, ઈમરાન ખાન, સની લિયોન, કેટરીના કૈફ પણ વિદેશી નાગરિકતા ધરાવે છે.