પતિ પત્ની બન્યા રણબીર અને આલિયા, જોઈ લો પહેલી ઝલક

બોલિવૂડ સ્ટાર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થઈ ગયા છે. ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનો ટેગ હટાવી હવે આ કપલ સાત જન્મનું કપલ બની ગયું છે. આ ભવ્ય લગ્નની સૌથી વધુ રાહ જોવાતી તસવીરોની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે હવે સામે આવી છે.

image soucre

લગ્નની વિધિ બાદ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ‘વાસ્તુ’ના ટેરેસ પર આવ્યા હતા. આ દરમિયાન બંને ફોટોશૂટ કરાવતા જોવા મળ્યા હતા. રણબીર આલિયાને લાંબા સમય સુધી ટેરેસ પર જોતો હતો, સ્થળની બહાર મીડિયા અને પાપારાઝીઓએ પણ તેની તસવીરો ક્લિક કરી હતી. આવી સ્થિતિમાં હવે લગ્ન બાદ રણબીર-આલિયાની આ પહેલી ઝલક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

સામે આવેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ દરમિયાન આલિયા ભટ્ટ પતિ રણબીર કપૂરની બાહોમાં બંધાઈને ફોટોશૂટ કરતી જોવા મળી હતી.
તમને જણાવી દઈએ કે વાસ્તુ અપાર્ટમેન્ટના 11મા માળે લગ્ન થઈ રહ્યા છે. અને આ જ બિલ્ડિંગના સાતમા માળે રણબીર તથા પાંચમા માળે આલિયા રહે છે. બપોરથી જ મહેમાનો આવવાનું શરૂ થઈ ગયું છે.

નીતુ સિંહ અને સોની રાજદાને લગ્નમાં આવનાર મહેમાનોનો આદર સત્કાર કર્યો હતો. અયાન મુખર્જી અને કરણ જોહર આલિયા ભટ્ટને દુલહનને કપડામાં જોઈને રડી પડ્યા હતા. આ ઉપરાંત માતા નીતુ સિંહે પોતાના લાડકા દીકરાની નજર પણ ઉતારી હતી

Ranbir-Alia First Photos: पति-पत्नी बने रणबीर-आलिया, देखें सबसे पहली झलक
image soucre

મળેલી માહિતી અનુસાર લગ્નના ભોજન માટે દિલ્હીથી શૅફ બોલાવવામાં આવ્યા છે. ભોજનમાં ચિકન, મટન, દાલ મખની, પનીર ટિક્કા, રોટલી તથા તંદૂરી ડિશ બનાવવામાં આવી છે. આ ઉપરાંત આલિયા માટે વીગન બર્ગરનો અલગ સ્ટોલ રાખવામાં આવ્યો છે. આલિયા તથા ફ્રેન્ડ અનુષ્કા રંજન વીગન બર્ગરના બહુ મોટા ફૅન છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં ભટ્ટ તથા કપૂર પરિવારના ફક્ત 50 સભ્યો જ હાજર રહ્યા છે. આ લગ્ન અંગેના લગભગ બધા જ નિર્ણયો રણબીરે જ લીધા છે. રણબીરને વધુ પડતી ધામધૂમ પસંદ નથી અને તેની પસંદ-નાપસંદને ધ્યાનમાં લઈને લગ્નના નિર્ણયો લેવામાં આવ્યા છે.

image soucre

ભટ્ટ પરિવાર આલિયા અને રણબીરના ધામધૂમથી લગ્ન કરવા ઈચ્છા હતા, પરંતુ રણબીરના શરમાળ સ્વભાવને કારણે તેમણે નિર્ણય બદલ્યો હતો. આલિયાએ જ પરિવારને સાદગીથી લગ્ન કરવા માટે મનાવ્યા હતા.