અમદાવાદમાં એક જ પરિવારના 4 સભ્યોની ક્રુર રીતે હત્યા કરનારા નફ્ફટને ક્રાઈમ બ્રાન્ચે 48 કલાકમાં જ દબોચી લીધો

અમદાવાદ શહેરના વિરાટનગરમાં એક જ પરિવારના ચાર સભ્યની કરપીણ હત્યાના આરોપીને પકડવામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને 48 કલાક બાદ મોટી સફળતા હાથ લાગી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી વિનોદ મરાઠીને ગુજરાતની બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે. હવે તેની પૂછપરછમાં હત્યાકાંડ અંગે ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ શકે છે. વિનોદની પૂછપરછમાં સામે આવ્યું કે પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધની આશંકાને પગલે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. પત્નીના પ્રેમસબંધનો અંત લાવવા માટે તેઓ નિકોલથી ઓઢવ ખાતે રહેવા આવ્યાં હતાં. જોકે હત્યાના દિવસે પણ પરિવાર સાથે ઝઘડો થયો હતો, એ બાદ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યા કરીને ફરાર થઈ ગયેલો વિનોદ અમદવાદથી સુરત ગયો હતો અને ત્યાંથી ઇન્દોર ગયો હતો. જોકે ઇન્દોરથી બહાર અન્ય કોઈ રાજ્યમાં જતી વખતે જ પોલીસે તેને ઝડપી લીધો હતો.

image source

શહેરના ઓઢવ વિરાટનગર વિસ્તારમાં આવેલી દિવ્યપ્રભા સોસાયટીના મકાન નંબર 30માં એક પરિવારના 4 સભ્યની લાશ મળી હતી. લાશની તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં તેમને છરીના ઘા મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. જોકે મોડી રાત્રે અમુક તપાસ ન થતાં બુધવાર સવારથી જ એફએસએલની ટીમો અને ટેક્નિકલ એનાલિસિસની ટીમો આ કેસની તપાસમાં જોડાઇ ગઇ હતી. મૃતક સોનલ, પુત્ર ગણેશ, પુત્રી પ્રગતિ અને પત્નીની નાની સુભદ્રાબેનની હત્યામાં વિનોદ સાથે અન્ય કોઇ હતું કે કેમ એ માટે પોલીસે ઘરમાંથી ફિંગરપ્રિન્ટ પણ મેળવ્યા છે. એકલા વિનોદે કેવી રીતે ઠંડા કલેજે એક-એક સભ્યની હત્યા કરી હતી.

કેમ કે ચારેને એકસાથે માર્યા હોત તો ઝપાઝપી કે અન્ય તોડફોડ રૂમમાં થઈ હોત, પરંતુ એફએસએલની તપાસમાં એવું કંઇ ધ્યાનમાં આવ્યું નથી. એને કારણે સ્પષ્ટ થયું છે કે વિનોદે તમામને કંઇ કેફી પીણું પીવડાવી કે પછી સૂઇ ગયા બાદ હત્યા કરી હશે અને તેની સાથે કોઇ અન્ય હત્યારો જોડાયેલો છે કે કેમ એ અંગે પણ પોલીસે ઊંડાણપૂ્ર્વક તપાસ હાથ ધરી છે. વિનોદ મહારાષ્ટ્રના સાંગલી તરફ ગયો હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ તે ત્યાંથી ક્યાં ગયો એ દિશામાં તપાસ હાથ ધરાઇ છે. સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ પણ એ દિશામાં જ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. હત્યા કરવા માટે જ ઘર બદલ્યું અને જમણવાર રાખ્યો હોવાનું પણ અનુમાન પોલીસ લગાવી રહી છે. ત્યારે વિનોદને મકાનની લાલચ હતી કે નહિ એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

પોલીસની પ્રાથમિક તપાસ અને ટેક્નિકલ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક સોનલ અન્ય લોકોના સંપર્કમાં હતી અને તે અન્ય કોઇને પ્રેમ કરતી હતી. આમ, તેને આ હત્યાકાંડ સાથે કોઇ લેવાદેવા છે કે કેમ એ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. એવામાં કોલ-ડિટેલ્સના આધારે પોલીસે ચાર જેટલા શખસની અટકાયત કરી છે. તેમની અલગ અલગ ટીમો સઘન પૂછપરછ કરી રહી છે. આમ, પ્રેમપ્રકરણમાં જ હત્યાકાંડ થયો હોવાનું હાલ તો સ્પષ્ટ માની શકાય તેમ છે.

image source

મૃતક સોનલની માતા કોલ કરતી હતી, પરંતુ તે કોલ ઉઠાવતી નહોતી ત્યારે તેણે પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘરે જઇ તાળું તોડી તપાસ કરતાં એમાંથી સોનલ, તેની નાની અને બે સંતાનની લાશ મળી હતી. કેસમાં પોલીસે સોનલની માતાની પૂછપરછ હાથ ધરી હતી, પરંતુ તે પોલીસને સાચા જવાબો ન આપતી હોવાનું જણાઈ રહ્યું છે. એવામાં પોલીસ તેની સતત પૂછપરછ કરતાં તે ગોળ ગોળ જવાબ આપતી હોવાનું બહાર આવ્યું છે. મૃતક સોનલ અને તેના પરિવાર અંગે પણ સાસુ યોગ્ય જવાબ પોલીસને ન આપતાં પોલીસ આરોપીથી થોડે દૂર રહેતી અને આ કેસમાં રહસ્ય ખોલવામાં અટવાઇ રહી હોવાનું બહાર આવ્યું છે.

ચારેની હત્યા કેવી રીતે અને કયા હથિયાર કે પછી કોઇ પીણું પીવડાવીને બાદમાં કરવામાં આવી છે એ સ્પષ્ટ થાય એ માટે પોલીસે ચારે મૃતકનું પીએમ ફોરેન્સિક પોસમોર્ટમ કરાવ્યું હતુ. પોલીસ આ કેસમાં નાની કડીઓ પણ તપાસ કરી રહી છે. તેવામાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હોવાથી એનો રિપોર્ટ પણ મોડો આવશે, એમ પોલીસ રટણ કરી રહી છે. જોકે પ્રાથમિક રિપોર્ટ પણ પોલીસ છુપાવી રાખતાં ચર્ચાનો વિષય બન્યો છે.