પોતાના માતા-પિતાને ક્યારેય નથી મળ્યો એન્ડ્રુ સાયમન્ડ્સ, એક વખત સંભળાવ્યો હતો જીવનનો કિસ્સો

વિશ્વના મહાન ઓલરાઉન્ડર ક્રિકેટરોમાંના એક એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં નિધન થયું છે. તેઓ 46 વર્ષના હતા. સાયમન્ડ્સે ક્રિકેટ જગતમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેઓ ઓસ્ટ્રેલિયા તરફથી રમ્યા હતા. પરંતુ તેમનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો. સાયમન્ડ્સ ક્યારેય પોતાના બાયોલોજીકલ માતાપિતાને મળ્યા નથી. તેમણે પોતે પણ એકવાર આ વિશે ખુલીને વાત કરી હતી.

image source

એન્ડ્રુ સાયમન્ડ્સના બાયોલોજીકલ માતાપિતામાંથી એક આફ્રો-કેરેબિયન હતા અને બીજા ડેનિશ અથવા સ્વીડિશ મૂળનાના હોવાનું કહેવાય છે. તેમનો જન્મ 9 જૂન 1975ના રોજ બર્મિંગહામ, ઈંગ્લેન્ડમાં થયો હતો. સાયમન્ડ્સે ગયા મહિને ‘ધ બ્રેટ લી’ પોડકાસ્ટ પર તેના માતાપિતા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘હું દત્તક લીધેલું બાળક છું, તેથી હું મારા બાયોલોજીકલ માતા-પિતાને પણ ઓળખતો નથી. હું તેમને ક્યારેય મળ્યો પણ નથી. જ્યારે હું માત્ર 6 અઠવાડિયાનો હતો, ત્યારે મારા માતાપિતાએ બાળકને દત્તક લેવા માટે અરજી કરી હતી.

imnage source

સાયમન્ડ્સને જન્મ પછી જ દત્તક લેવા માટે આપી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને કેન અને બાર્બરાએ 3 મહિનાની ઉંમરે દત્તક લીધો હતો. સાયમન્ડ્સે આગળ કહ્યું, ‘મને યાદ છે કે મારી માતા વાર્તા કહેતી હતી કે તેઓ મને થોડા અઠવાડિયા માટે ઘરે લઈજાય છે. હું રમ્યો પણ ખૂબ રડ્યો. તેથી તેઓ ક્લિનિકમાં પાછો લઇ ગયા જ્યાંથી મને દત્તક લેવામાં આવ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું – બાળક કેવું છે, તો મારા માતાપિતાએ જવાબ આપ્યો – તે એક દેવદૂત છે, અમે તે બાળકને અમારી પાસે રાખવા માંગીએ છીએ.

ત્યારબાદ તેનું નામ એન્ડ્રુ સાયમન્ડ્સ રાખવામાં આવ્યું, જે કેનેથ વોલ્ટર અને બાર્બરાના પુત્ર હતા. સાયમન્ડ્સે તેની કારકિર્દીમાં 26 ટેસ્ટ, 198 ODI અને 14 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે ટેસ્ટમાં 2 સદી, 10 અડધી સદી, 1462 રન, વનડેમાં 6 સદી અને 30 અડધી સદીની મદદથી કુલ 5088 રન બનાવ્યા.