ટામેટાથી લઇને આ બધી વસ્તુઓ એન્ટીઓક્સિડન્ટથી છે ભરપૂર, જાણો બીજા આ ફાયદાઓ વિશે પણ

સ્વસ્થ રહેવા અને રોગોથી દૂર રહેવા માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી ખુબ જ મહત્વપૂર્ણ છે.રોગપ્રતિકારક શક્તિ નબળી થવાથી અનેક રોગોનું જોખમ પણ વધે છે.એન્ટીઓકિસડન્ટથી ભરપૂર ખોરાકનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.એન્ટીઓકિસડન્ટ એવા ઘટકો છે જે શરીરમાંથી ઝેર દૂર કરીને તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.એન્ટીઓકિસડન્ટ ખોરાક લેવાથી કેન્સર,હૃદયરોગ,સ્ટ્રોક અને વૃદ્ધાવસ્થાના રોગો તેમજ શરીરમાં પોષક ઉણપ દૂર કરવામાં મદદ મળે છે.તેથી ખુબ જરૂરી છે કે શરીરમાં ક્યારેય એન્ટીઓકિસડન્ટનો અભાવ ન રહે.જો તમારા શરીરમાં એન્ટીઓકિસડન્ટનો અભાવ હોય,તો તમે તમારા આહારમાં થોડી ચીજોનો સમાવેશ કરી તમારી આ સમસ્યા દૂર કરી શકો છો.તો ચાલો અમે તમને જણાવીએ એન્ટીઓકિસડન્ટની ઉણપ દૂર કરવા માટેના ખોરાક વિશે.

એન્ટીઓકિસડન્ટ સમૃદ્ધ ખોરાક

લસણ

image source

લસણમાં સૌથી વધુ એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો છે.ખોરાકમાં એન્ટીઓકિસડન્ટનો ઉપયોગ કરવો અથવા દરરોજ 2 થી 3 કાચી લસણની કળી ખાવાથી હૃદયરોગ અને કેન્સર સામે લડવામાં મદદ મળે છે.

ટમેટા

image source

દરેક વ્યક્તિ રસોઈ માટે ટમેટાનો ઉપયોગ કરે છે.પરંતુ ગ્લુટાથિઓન અને એન્ટીઓકિસડન્ટ ગુણધર્મોથી ભરપૂર ટમેટાનું સેવન દરરોજ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

લવિંગ

image source

દરરોજ 5-6 શેકેલા લવિંગનું સેવન કરવાથી પેટની સમસ્યા જેવી કે ગેસ,એસિડિટી,પેટના કીડા,કબજિયાત અને પેટમાં થતો દુખાવો દૂર થઈ શકે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે.

અખરોટ

image source

અખરોટમાં જોવા મળતા આવશ્યક પોષક તત્વો શરીરને કેન્સરના કોષો સામે લડવામાં મદદ કરે છે.તેથી દિવસમાં 2 વાર અખરોટ ખાઓ.

રાજમાં

image soucre

રાજમાં અથવા કોઈપણ કઠોળમાં એન્ટીઓકિસડન્ટ ભરપુર માત્રામાં હોય છે,જેનાથી હ્રદયરોગ અને હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે.તેથી કઠોળનો તમારા ખોરાકમાં સમાવેશ કરો.

બ્રોકલી

image source

એન્ટીઓકિસડન્ટ સાથે બ્રોકોલીમાં વિટામિન સી પણ હોય છે,જે શરીરના કોષોને રોગો સામે લડવામાં મદદ કરે છે.તમે બ્રોકોલી સલાડમાં અથવા ઉકાળીને પણ ખાઈ શકો છો.

મગફળી

image soucre

શિયાળામાં કાર્બોહાઈડ્રેટ,ફાઇબર,પ્રોટીન,કેલ્શિયમ,વિટામિન,ખનિજો અને એન્ટીઓકિસડન્ટથી ભરપુર મગફળીનું સેવન ખૂબ ફાયદાકારક છે.તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને અનેક રોગોને શરીરમાંથી દૂર કરે છે.

દ્રાક્ષ અને ખાસ કરીને કાળી દ્રાક્ષ એન્ટીઓકિસડન્ટો જેવા કે ફાયટોકેમિકલ્સ (ફલેવોનોઈડ્સ) જેવા પ્રોથોસાયનિસિડન્સ અને એન્થોસિયાનિડિન્સથી ભરેલા,સેલેનિયમ અને વિટામિન સીથી ભરપૂર હોય છે,જે હૃદય રોગ અને કેન્સરથી બચાવવામાં મદદ કરે છે.આ સિવાય સફરજન અને કેળા જેવા ફળો પણ તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.તમારા દૈનિક આહારમાં તમે આ ફળોનો સમાવેશ કરી શકો છો.

મસાલા ઉમેર્યા વિના ભારતીય ભોજન શક્ય નથી.સારા સમાચાર એ છે કે મસાલામાં પણ ઘણા એન્ટીઓકિસડન્ટ હોય છે.હળદરમાં કર્ક્યુમિન નામનો ઘટક પણ છે,જે સંશોધનમાં કેન્સરની સમસ્યા દૂર કરવા માટે ફાયદાકારક સાબિત થયું છે.એન્ટીઓકિસડન્ટ ખોરાકથી સમૃદ્ધ અન્ય મસાલામાં આદુ,તજ,સરસવ,મરચું અને કાળા મરીનો સમાવેશ થાય છે.

ચા પત્તીમાં પણ એન્ટીઓકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે.ચાના ચાહનારાઓ માટે આ એક વરદાન છે.તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે તમે ચાનું સેવન કરી શકો છો,પણ ધ્યાનમાં રાખો કે વધુ ચા પીવાથી તમને નુકસાન પણ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત