અપંગ માતાનો વીડિયો જોઈ કરોડો લોકોના આંખમાંથી આંસુ સરી પડ્યા, માની મમતા પાસે દુનિયા નતમસ્તક

માતાના પ્રેમ સમક્ષ દુનિયા હંમેશા ઝૂકી છે. માતાનો તેના બાળક સાથેનો સંબંધ વિશ્વનો અતૂટ સંબંધ માનવામાં આવે છે. આ માત્ર 9 મહિનાનો સંબંધ નથી પણ જીવનનો સંબંધ છે. કહેવાય છે કે બાળક ગમે તેટલું મોટું થઈ જાય પણ માતા માટે તે એક બાળક જ રહે છે. થોડા સમયથી માતાના અનોખા પ્રેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

image source

આ વીડિયો સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વિડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તમે પણ જુઓ આ વાયરલ વીડિયો

આ વીડિયો થોડા દિવસ પહેલા મધર્સ ડેના અવસર પર શેર કરવામાં આવ્યો છે. 2 મિનિટ 20 સેકન્ડના આ વીડિયોમાં એક વિકલાંગ માતા બાળકની સંભાળ લઈ રહી છે. આ માતા તેના બાળકની જે રીતે કાળજી લઈ રહી છે તે જોઈને તેને એક ક્ષણ માટે પણ ખ્યાલ નથી આવતો કે માતા શારીરિક રીતે વિકલાંગ છે. તે બાળકને પગથી કપડાં પહેરાવી રહી છે.

આ વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો કોડને 1.5 લાખથી વધુ લોકોએ જોયો છે.