AR રહેમાનની પુત્રી ખતિજાના થયા લગ્ન, નિકાહ પછી પ્રથમ તસવીર સામે આવી; ફેન્સે પાઠવી શુભેચ્છા

મ્યુઝિક લેજેન્ડ AR રહેમાનની દીકરી ખતીજા રહેમાનના લગ્ન થઈ ગયા છે. ખતીજાએ મંગેતર રિયાસદ્દીન રિયાન સાથે લગ્ન કર્યા છે. આવી સ્થિતિમાં AR રહેમાનની દીકરી ખતીજાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં નવવિવાહિત કપલ પરિવાર સાથે પોઝ આપતાં જોઈ શકાય છે. ચાહકો કપલને અભિનંદન અને આશીર્વાદ આપી રહ્યા છે.

AR રહેમાને ફેમિલી ફોટો શેર કરીને દીકરીના લગ્નના સમાચાર આપ્યા છે. ફોટામાં નવવિવાહિત યુગલ ખતીજા અને રિયાસદીન સોફા પર બેઠા છે જ્યારે તેમના પિતા AR રહેમાન, માતા સાયરા બાનુ, ભાઈ AR અમીન અને મોટી બહેન રહીમા રહેમાન તેમની પાછળ ઉભા છે. સાથે જ રહેમાનની માતાની તસવીર પણ તેની સાથે રાખવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by ARR (@arrahman)

દીકરીને લગ્ન માટે અભિનંદન અને આર્શીર્વાદ આપતા AR રહેમાને લખ્યું હતું કે, ‘ભગવાન આ નવવિવાહિત યુગલને આશીર્વાદ આપે. તમારા સૌના અભિનંદન અને પ્રેમ માટે આગાઉથી આભાર’. સાથે જ અનેક ચાહકોએ નવવિવાહિત યુગલને લગ્ન જીવન માટે અભિનંદન અને શુભકામનાઓ આપી છે. સિંગર હર્ષદીપ કૌરે લખ્યુ હતુ કે, ‘ખતીજા અને રિયાસને અભિનંદન.

 

View this post on Instagram

 

A post shared by 786 Khatija Rahman (@khatija.rahman)

ખતીજા અને રિયાસદીનની સગાઈ ડિસેમ્બર 2021માં થઈ હતી. આ સમાચાર ખાતિજાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરીને આપ્યા હતા. વેડિંગ આઉટફિટની વાત કરીએ તો ખતીજાએ ક્રીમ કલરમાં સુંદર ફ્લોરલ પ્રિન્ટ સૂટ-સલવાર પહેરીને જોવા મળી હતી. તે જ સમયે તેના પતિ રિયાસદીન રિયાન ક્રીમ કલરની મેચિંગ શેરવાનીમાં જોવા મળ્યો હતો. રિયાસદીન રિયાનના પ્રોફેશન વિશે વાત કરીએ તો તે ઓડિયો એન્જિનિયર છે. તે લાંબા સમયથી AR રહેમાન સાથે કામ કરી રહ્યો છે.