બધા સાચું જ કહેતા હતા, પ્રેમની કોઈ ઉંમર નથી હોતી, 95 વર્ષના દાદાએ 84 વર્ષની GF સાથે કર્યા લગ્ન, આખું ગામ આંખો ચોળતું રહી ગયું

પ્રેમની ન તો ઉંમર હોય છે ન તો મર્યાદા. વ્યક્તિ ગમે ત્યારે પ્રેમમાં પડી શકે છે અને લગ્ન માટે કોઈ ખાસ ઉંમર હોતી નથી. યુનાઇટેડ કિંગડમમાં રહેતા 95 વર્ષીય જુલિયન મોયલે આ વાત સાબિત કરી હતી, જેમણે પોતાની ઉંમરના છેલ્લા તબક્કામાં પ્રેમને અપનાવવા માટે લગ્ન કર્યા હતા.

image source

જુલિયન મોયલે તેમના જીવનના અંત સુધી લગ્ન કર્યા ન હતા અને તેમણે 95 વર્ષની વયે 84 વર્ષીય વેલેરી વિલિયમ્સ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન 19 મેના રોજ કેડ્રિફના બેપ્ટિસ્ટ ચર્ચમાં થયા હતા. જુલિયન આ લગ્નથી ખૂબ જ ખુશ છે અને તે કહે છે કે એવું લાગે છે કે નવું વર્ષ શરુ થયું છે.

જુલિયન મોયલ 23 વર્ષ પહેલા વેલેરી વિલિયમ્સને આ જ કેલ્વેરી બેપ્ટિસ્ટ ચર્ચમાં મળ્યા હતા, હવે બંનેએ ત્યાં લગ્ન કરી લીધા છે. આ સમારોહમાં તેમના 40 મિત્રો અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. આ દરમિયાન એક ઓપ્રા ગાયિકાએ પણ પરફોર્મ કર્યું અને લેટ ધેમ સી કેક નામની પ્રખ્યાત બેકરીમાંથી તેના માટે કેક આવી. ઉંમરના આ તબક્કે લગ્ન કર્યા બાદ પતિ-પત્ની બંને ખૂબ જ ખુશ દેખાતા હતા અને તેઓ આ લગ્નમાં માત્ર એકબીજાની સાથે રહેવા ઈચ્છે છે.

image source

અહેવાલ મુજબ આ કપલ લગ્ન બાદ હનીમૂન માટે જુલિયન મોયલના દેશમાં જશે. તેઓ ઓસ્ટ્રેલિયા જશે અને સારો સમય પસાર કરશે. તેઓ મજાકમાં કહે છે કે આખરે તેમની એકલતા સમાપ્ત થઈ ગઈ છે અને તેઓ પરિણીત જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે. જુલિયન પોતે પણ ઓપ્રાહ સિંગર છે જે 1954માં યુનાઇટેડ કિંગડમ આવી હતી. તેમણે 1970 થી 1982 સુધી વેલ્શ નેશનલ ઓપેરામાં કામ કર્યું.