ભારતમાં આ જગ્યાએ જે થઈ રહ્યું છે જોઈને બધા ચોંકી ગયા, નદીમાંથી નીકળી રહ્યો છે દારુ

બિહારમાં દારૂના દાણચોરો સંપૂર્ણ દારૂબંધીની મજાક ઉડાવી રહ્યા છે. બિહારનું આખું તંત્ર મુખ્યમંત્રીની સૂચના પર દારૂની હેરાફેરી રોકવામાં લાગેલું છે, પરંતુ દારૂ માફિયાઓ એવી રીતો અપનાવી રહ્યા છે, જેના વિશે જાણીને નવાઈ લાગશે. બિહારના છપરા જિલ્લાના ડાયરા વિસ્તારમાં ડ્રોન દ્વારા દારૂના દાણચોરો પર નજર રાખવામાં આવી ત્યારે શંકાના આધારે ડાઇવર્સને નદીમાં મોકલવામાં આવ્યા હતા. આ પછી નદીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો.

image source

માહિતી અનુસાર, જ્યારે ડ્રોન દ્વારા કરવામાં આવેલા સર્વેલન્સમાં વિભાગને શંકાસ્પદ લાગી, તો અધિકારીઓએ નદીમાં સર્ચ કરવા માટે નિર્દેશ આપ્યો. ત્યારબાદ નદીમાં શોધખોળ કરવામાં આવી તો જાણવા મળ્યું કે દારૂના તસ્કરોએ નદીમાં દારૂનો મોટો જથ્થો છુપાવ્યો હતો. આ પછી વિભાગે નદીમાંથી દેશી અને વિદેશી દારૂ ઝડપ્યો હતો. આબકારી વિભાગ દ્વારા બોટ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે, પરંતુ વિભાગને હજુ પણ દારૂના દાણચોરોને શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વિભાગીય અધિકારીઓનું કહેવું છે કે દારૂ માફિયાઓએ નદી અને તળાવને પોતાનું ઠેકાણું બનાવી લીધું છે. તસ્કરોએ ગંગા નદીમાં વાદળી બોરીઓમાં દારૂ છુપાવીને રાખ્યો હતો. આબકારી વિભાગે શંકાના આધારે દરોડા પાડ્યા હતા. આ પછી નદીમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. નદીમાં મહુવા સાથે બોરીમાં વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે.

image source

આબકારી વિભાગે પચાસથી વધુ બોરીઓમાં ભરેલો અર્ધ ફિનિશ્ડ દારૂ ઝડપ્યો છે. આ મામલામાં એક્સાઇઝ સુપરિન્ટેન્ડેન્ટ રજનીશ કુમારે જણાવ્યું કે, ડ્રોન દ્વારા દેખરેખ દરમિયાન નદીમાં છુપાયેલો દારૂ જોવા મળ્યો હતો. આ પછી આબકારી વિભાગની ટીમે નદીમાં શોધખોળ કરી હતી. નદીમાં સર્ચ દરમિયાન પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જોકે, આ દરમિયાન દારૂની હેરાફેરી કરનારા નાસી છૂટ્યા હતા. એક્સાઈઝ વિભાગ દ્વારા ઝડપાયેલા દારૂનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.