ભારતના ભ્રષ્ટાચારને તમે નાપહોંચી શકો, રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો, નેશનલ હાઇવે પર 100-100 ફૂટના ખાડા, જોઈ લો વીડિયો

બિહારના મધુબની જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે (NH-227) પરના જર્જરિત રસ્તાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને અંદાજ લગાવવો મુશ્કેલ છે કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ. રિપોર્ટ્સ અનુસાર, 20 કિમીની આ યાત્રા જામ અને ખાડાઓથી શરૂ થાય છે. જેના કારણે સવારથી સાંજ અને રાત્રીના સમયે પણ ટ્રાફિક જામ રહે છે છતાં નેશનલ હાઈવે ઓથોરીટીએ દરકાર લીધી નથી.

ડ્રોનથી રેકોર્ડ કરાયેલા આ વીડિયોને લોકો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. આ વીડિયોને જોઈને લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું કે રસ્તો ક્યાં છે? બધે માત્ર ખાડાઓ જ દેખાય છે. તમને જણાવી દઈએ કે, રોડની આ હાલત કલુહી-બાસોપટ્ટી-હરલાખીમાંથી પસાર થતા મુખ્ય માર્ગની છે. આ રોડ પર સૌથી મોટો ખાડો 100 ફૂટનો હોવાનું કહેવાય છે.

Nagpur NMC : 6 crore spent every year just to fill pits of roads | नागपुर मनपा : सिर्फ गड्ढे भरने में हर साल खर्च 6 करोड़, दुकानों सेे नहीं वसूल पाए
image sours

આ રોડ પરથી નાના વાહનો સહિત ટ્રક અને ડમ્પર જેવા મોટા વાહનો પસાર થાય છે જેના કારણે અકસ્માતનો ભય હંમેશા રહે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા 7 વર્ષથી રોડની આ હાલત છે. અવારનવાર લોકો અકસ્માતનો ભોગ બને છે, પરંતુ કોઈને તેની પડી નથી.

એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ 20.5 કિલોમીટરનો રસ્તો 25 કરોડમાં બનાવવામાં આવ્યો છે. કરોડોનો ખર્ચ કર્યા બાદ પણ રોડની આ હાલત નિરાશાજનક છે. સર્વિસ લેન સુધીના મુખ્ય માર્ગની હાલત ખરાબ છે. બધે માત્ર ખાડાઓ જ દેખાય છે.

દૈનિક ભાસ્કર ડિજિટલ તેના અહેવાલમાં, સ્થાનિક ભાજપના ધારાસભ્ય અરુણ શંકર પ્રસાદે ગૃહ દ્વારા અલગ-અલગ સત્રોમાં ત્રણ વખત પ્રશ્ન ઉઠાવ્યો હતો, પરંતુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિકારીઓને કોઈ ફરક પડ્યો ન હતો. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરશુરામ પુરવેએ જણાવ્યું કે 500 દુકાનોના માલિકો અને 15,000 પરિવારોને વરસાદમાં ખૂબ જ તકલીફ પડે છે. આટલું જ નહીં વીવીઆઈપીથી લઈને રોજબરોજના લોકો રસ્તા પર જામમાં અટવાઈ જાય છે, પરંતુ પરિસ્થિતિ બદલાતી નથી.

Roads collapsed due to large potholes in the night | मरम्मत के अभाव में अंचल की सड़कों ने तोड़ा दम, बड़े-बड़े गड्ढों के कारण रात में हो रहे हादसे | Patrika News
image sours