ભારતે 78,000 થી વધુ ત્રિરંગા લહેરાવીને ઈતિહાસ રચ્યો, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

ભારતે ઈતિહાસ રચ્યો અને 23 એપ્રિલે એક સાથે સૌથી વધુ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું. આ ઐતિહાસિક દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. સાંસ્કૃતિક મંત્રાલયે જણાવ્યું હતું કે, “23 એપ્રિલે, ભારતે બિહારના ભોજપુરમાં ‘વીર કુંવર સિંહ વિજયોત્સવ’ કાર્યક્રમમાં એક સાથે 78,220 ધ્વજ લહેરાવીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રયાસને ગીનીસ બુકના પ્રતિનિધિઓ દ્વારા જોવામાં આવ્યો હતો અને સહભાગીઓને શારીરિક ઓળખ માટે બેન્ડ પહેરવાનું કહેવામાં આવ્યું હતું.

image source

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર જણાવે છે કે ‘ભારતમાં સ્વતંત્રતાના અમૃત ઉત્સવની ઉજવણી કરવા માટે, ગૃહ મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલયે 23 એપ્રિલ 2022ના રોજ બિહારના જગદીશપુર, ભોજપુરમાં સૌથી વધુ સંખ્યામાં ધ્વજ લહેરાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ‘ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં, શનિવારે બિહારના ભોજપુર જિલ્લાના દલૌર મેદાનમાં 78,220 લોકોએ એકસાથે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને નવો રેકોર્ડ બનાવ્યો અને ઇતિહાસ રચ્યો.

આ પહેલા પાકિસ્તાને લગભગ 18 વર્ષ પહેલા લાહોરમાં એક કાર્યક્રમમાં 56,000 પાકિસ્તાનીઓએ પોતાનો રાષ્ટ્રધ્વજ લહેરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે, ‘મહાન સ્વાતંત્ર્ય સેનાની બાબુ વીર કુંવર સિંહની જન્મજયંતિના અવસરે, જગદીશપુરમાં પાંચ મિનિટ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. 23 એપ્રિલે જગદીશપુરમાં આયોજિત ‘વિજયોત્સવ કાર્યક્રમ’માં લોકોએ ધ્વજ લહેરાવ્યો.’

image source

જણાવી દઈએ કે વીર કુંવર સિંહે તેમની છેલ્લી લડાઈ 23 એપ્રિલ 1858ના રોજ જગદીશપુર પાસે લડી હતી અને આ યુદ્ધમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીને હરાવી હતી. કુંવર સિંહ જગદીશપુર કિલ્લા પરથી યુનિયન જેક ધ્વજ ઉતારીને દેશની સેવામાં શહીદ થયા હતા.