આઇસ્ક્રીમ જેવા સ્વાદવાળું વાદળી કેળુ ક્યારેય ખાધુ છે? જો ‘ના’ તો જાણી લો પહેલા આ અઢળક ફાયદાઓ વિશે

કેળાનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. કેળામાં વિટામિન, આયર્ન અને ફાઈબર જોવા મળે છે. આ મધુર અને સ્ટાર્ચ યુક્ત ફળ બધી જગ્યા પર સરળતાથી મળી જાય છે. ખરેખર, આપણે કેળાનાં કાચા અને પાકાં બંને પ્રકારનાં કેળાનો વપરાશ કરતા હોઈએ છીએ. જ્યારે તે કાચા હોય ત્યારે તેની ત્વચાનો રંગ લીલો હોય છે, જયારે તે પાકે તેની સાથે તે પીળા થઈ જાય છે.

image source

પરંતુ શું તમે ક્યારેય વાદળી કેળા જોયા છે? કેળા ની બીજી પણ જાત છે જેમાં કેળા નો રંગ વાદળી અને ક્રીમી હોય છે, જેને બ્લુ જાવા બનાના અથવા બ્લુ જાવા કેળા કહે છે. આ નવો બ્લુ જાવા બનાવતો હાઇબ્રિડ મૂસા બેલ્બીસિયાના અને મૂસા અકુમિનાટાનો છે.

image source

ઓગિલ્વીના ભૂતપૂર્વ ગ્લોબલ ચીફ ક્રિએટિવ ,ફિસર થૈમ ખાઈ મેંગે થોડા દિવસો પહેલા તેના ટ્વિટર હેન્ડલ પર બ્લુ જાવા કેળા શેર કરતા એવું કહ્યું હતું કે, કોઈએ પણ મને ક્યારેય બ્લુ જાવા કેળા રોપવાનું કહ્યું નહીં. આશ્ચર્યજનક એ છે કે તેઓ સ્વાદમાં આઇસ ક્રીમ જેવા લાગે છે. તેણે તે કેળાની તસ્વીર પણ શેર કરી હતી.

તેમણે કહ્યું કે તે મુખ્યત્વે દક્ષિણ પૂર્વ એશિયામાં ઉગાડવામાં આવે છે. તે હવાઈમાં ખૂબ લોકપ્રિય છે, અને તેને ‘આઇસક્રીમ કેળા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે અમે તમને બ્લુ જાવા કેળાથી થતા ફાયદા વિશે જણાવીશું.

બ્લુ જાવા કેળા આયર્નની ઉણપને પૂરી કરે છે :

image source

શરીરમાં એનિમિયા એટલે કે હિમોગ્લોબિનની ઉણપ હોય છે. તમે એનિમિયા રોગથી પીડાતા હોય, તો તમારે વાદળી જાવા કેળા ખાવા જોઈએ. વાસ્તવમાં આ કેળાના સેવનથી શરીરમાં ધીમે ધીમે આયર્નની ઉણપ ઓછી થાય છે, અને એનિમિયાની સમસ્યામાં પણ સુધારો જોવા મળે છે.

કબજિયાતથી છૂટકારો મેળવવા માટે :

image source

કેળા પેટમાં રહેતી કબજિયાતને દૂર કરે છે. તમે સૂતી વખતે દરરોજ રાત્રે ઇસબગુલનો પાવડર અથવા દૂધ સાથે કેળાનું સેવન કરી શકો છો. આ ઉપાય કરવાથી પેટમાં રહેલી કબજિયાત અને ગેસની સમસ્યા દૂર થશે.

તણાવમાં આપે છે રાહત :

image source

ઘણા સંશોધનોએ એવું કહ્યું છે, કે કેળાનું સેવન કરવાથી તણાવ દૂર થાય છે. કેળામાં પ્રોટીન હોય છે, જે આપણા શરીરને આરામ આપે છે. તેથી જ ડિપ્રેશનના દર્દીઓને જ્યારે પણ કેળાનું સેવન કરે છે ત્યારે તેમને ઘણી રાહત મળે છે. આ ઉપરાંત કેળામાં જોવા મળતા વિટામિન બી સિક્સ શરીરના લોહીમાં રહેલા ગ્લુકોઝના સ્તરને જાળવી રાખે છે.

શરીરમાં આપે છે શક્તિ :

image source

કેળાનું સેવન કરવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધારીને તે શરીરની તાકાતને વધારે છે. કેળા અને દૂધનું નિયમિત સેવન કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે, અને શરીર પણ મજબૂત બને છે.

બ્લુ જાવા કેળા પાચનક્રિયાને સારી બનાવે :

image source

કેળામાં જોવા મળતું ફાઇબર આપણા પાચન ને જાળવી રાખવામાં મદદ કરે છે. પાચન સારું હોવાને લીધે લોકો તમામ રોગો માંથી દૂર રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત