બોલિવૂડની આ અભિનેત્રી બની મોટી છેતરપિંડીનો શિકાર, સવા ચાર કરોડનો ચૂનો લાગી ગયો, જાણો કેમ ધુતાણી

બોલિવૂડની જાણીતી એક્ટ્રેસે તાજેતરમાં જ જોરદાર ચકચાર મચાવી છે. અભિનેત્રી સાથે રોકાણના નામે લગભગ 4 કરોડની છેતરપિંડીનો આરોપ છે. આ સમાચાર સામે આવ્યા બાદ બધા ચોંકી ગયા છે. આ છેતરપિંડી બાદ અભિનેત્રીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને ખાર પોલીસે પણ આરોપીને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે.

image source

અભિનેત્રી સાથે કથિત છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ખાર પોલીસે તાજેતરમાં જણાવ્યું હતું કે બોલિવૂડ અભિનેત્રી રિમી સેને ગોરેગાંવ સ્થિત બિઝનેસમેન રૌનક જતિન વ્યાસ વિરુદ્ધ રોકાણના નામે 4.14 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે બાદ આઈપીસીની કલમ 420 અને 409 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીને પકડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે.

રિમીએ હંગામા, ધૂમ, બાગબાન, ગોલમાલ જેવી ફિલ્મોમાં અલગ-અલગ પ્રકારના પાત્રો ભજવ્યા હતા, પરંતુ તેને તેની વાસ્તવિક ઓળખ કોમેડી ફિલ્મોથી જ મળી હતી. તે તેની સુંદરતા અને ફિટ બોડી માટે પણ જાણીતી હતી. પરંતુ સતત હિટ ફિલ્મો આપ્યા બાદ પણ રિમીએ બોલિવૂડને અલવિદા કહી દીધું. રિમીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી પોતાનું અંતર જાળવી રાખ્યું તેને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો છે.

image source

રિમીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે “ફિલ્મોમાં ગ્લેમરસ પ્રોપ્સ ભજવીને હું કંટાળી ગઈ હતી. જ્યારે તમને ગ્લેમરસ પ્રોપ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે તે ખૂબ જ કંટાળાજનક હોય છે. તમને બેકગ્રાઉન્ડમાં નકલી રડવાનું કહેવામાં આવ્યું હતું જ્યારે હીરો સેન્ટર સ્ટેજ પર હોય છે. હું કોમેડી ફિલ્મમાં પડેલા ફર્નિચર જેવી હતી.” રિમી સેનને એક સમયે માત્ર કોમેડી ફિલ્મો મળતી હતી. ત્યારબાદ હેરાફેરી, હંગામા અને ગોલમાલ જેવી ફિલ્મોમાં કામ કર્યું. રિમી આવા જ રોલ કરીને થાકી ગઈ હતી. રિમીના કહેવા પ્રમાણે, તે સમયે ઈન્ડસ્ટ્રી પુરી રીતે પુરૂષોનું વર્ચસ્વ ધરાવતી હતી, અભિનેત્રીઓ માત્ર સહાયક ભૂમિકામાં જ હતી. તેણે આવો જ રોલ કરવા કરતાં ઈન્ડસ્ટ્રી છોડી દેવી સારી ગણી.