પેટની તકલીફ, હાડકાંને મજબૂત કરવા ભદ્રાસન કરો, આ સાથે સાંધાના દુખામાંથી પણ મળશે રાહત, જાણો કેવી રીતે કરશો ઘરે

ભદ્રાસનનો શાબ્દિક અર્થ છે સજ્જનતા કે શાલીનતા. મનની એકાગ્રતા માટે આ આસન બહુ જરૂરી છે. ભદ્રાસન એક ખૂબ સરળ આસન છે. જો તમને પેટના રોગ કે ઘૂંટણમાં તકલીફ હોય તો ડાકટરની સલાહ લઈને જ યોગ કરવું. પીએમ મોદીએ ભદ્રાસન વિશે કહ્યું છે કે તેનાથી શરીર સુદૃઢ, સ્થિર અને મજબૂત હોય છે.ઘણીવાર પેટની તકલીફ કે ઘૂંટણમાં દુખાવો થતો હોય તો ભદ્રાસનને યોગ રૂટીનમાં સામેલ કરો. અંગ્રેજીમાં તેને ‘ધ ઓસ્પિશિયસ પોઝ’ તરીકે ઓળખવામાં આવે છે. તે નિતંબ અને ઘૂંટણના હાડકાંને મજબૂત બનાવે છે. આ ઘણું સરળ આસન છે જે ફિઝિકલી અને મેન્ટલી રાહત આપે છે. એક્સપર્ટ પાસેથી જાણો તેને કેવી રીતે કરવું અને તેના ફાયદા..

આવી રીતે આસન કરો

image source

બન્ને પગની પાનીઓને બેસીને જોડેલી રાખવી અને હાથ બન્ને ઘૂંટણ પર હાથની કોઈ પણ મુદ્રામાં સ્થિર કરવાં એ ભદ્રાસન છે. બહારની બાજુ ઘૂંટણ વાળવાથી અંદર અને બહારના જાંઘના સ્નાયુઓને અને જનનઅંગના સ્નાયુઓને કસરત મળે છે. શરીરની નીચેના ભાગના સાંધાઓને પણ કસરત મળે છે. કમરનો દુખાવો હોય એવા લોકોએ આ આસન સૂતાં-સૂતાં કરવું.

image source

આસન કરવા માટે સૌથી પહેલાં બંને પગને સામેની તરફ ફેલાવીને સીધા બેસો અને તમારા હાથને નિતંબની પાસે મૂકો. ધ્યાન રાખો કે, તમારા શરીરનું વજન તમારા હાથ પર ન આવે. આ મુદ્રાને દંડાસન કહેવાય છે.

image source

હવે દંડાસનની સ્થિતિમાં ધીમે-ધીમે શ્વાસ છોડતી વખતે તમારા પગની પાનીને એકબીજા સાથે જોડી દો. હવે હાથથી પગના અંગૂઠાને પકડો અને શક્ય હોય તેટલી પગની એડીને અંદરની તરફ ખેંચો.

જો આમ કરતી વખતે તમારા સાથળ જમીનને સ્પર્શ કરે છે તો તમે નીચે ઓશિકાનો ટેકો આપી શકો છો.

image source

ભદ્રાસન એક વિરામ આસન છે, એટલે કે લાંબા સમય સુધી બેસી રહેવાની મુદ્રા. હવે આ મુદ્રામાં આંખો બંધ કરો અને સામાન્ય શ્વાસ અંદર લો અને બહાર છોડો. કેટલાક સમય માટે આ સ્થિતિમાં સ્થિર રહો.

તમારી આંખો ખોલો અને ધીમે-ધીમે શ્વાસ લેતાની સાથે બંને પગને ખુલ્લા કરીને દંડાસનની મુદ્રામાં આવી જાઓ. થોડા સમય માટે આ મુદ્રામાં આરામ કરો.

પ્રધાનમંત્રી મોદીએ પણ પોતાની યુટ્યૂબ ચેનલ પરથી ભદ્રાસન કરવાની રીતનો વીડિયો શૅર કર્યો હતો.

યોગ એક્સપર્ટ ડૉ. નિલોફર પાસેથી ફાયદા જાણો

image source

શરીર મજબૂત બનાવે છે: આ આસન તમારા તન અને મનને મજબૂતી આપે છે. મગજને પણ સ્થિર કરે છે.

હાડકાં મજબૂત બનાવે છે: તે ઘૂંટણ અને નિતંબને મજબૂત બનાવે છે અને ઘૂંટણના દુખાવાને ઓછું કરે છે.

પેટની તકલીફ દૂર થશે: પેટમાં થતી કોઈ પણ સમસ્યાથી આ આસન છૂટકારો આપશે.

પીરિયડ્સમાં દુખાવામાં રાહત મળશે: ભદ્રાસનથી મહિલાઓને પીરિયડ્સ વખતે થતી પીડામાં રાહત મળે છે.

image source

ગર્ભાવસ્થામાં લાભ: આ આસન ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત