બ્રિટિશ જમાનાના તળાવમાંથી 100 વર્ષ જૂનો કાચબો મળ્યો, ગ્રામજનો ચોકી ગયા, પછી થયા નિરાશ!

કહેવાય છે કે કાચબાનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે. છત્તીસગઢના મુંગેલી જિલ્લાના ગ્રામજનોએ પણ આવો જ કાચબો જોયો હતો, પરંતુ તે જીવતો ન હોવાથી તેઓ નિરાશ થઈ ગયા હતા. અહીં રાજીવ ગાંધી મણિયારી જળાશય નામના જૂના તળાવમાં લગભગ 100 વર્ષ જૂનો કાચબો મળી આવ્યો છે. પહેલા તો વિશાળ કાચબાએ ગ્રામજનોને ડરાવ્યા. લગભગ 70 કિલો વજન અને 100 વર્ષ જૂનો આ કાચબો પહેલીવાર જોઈને ગ્રામજનો દંગ રહી ગયા હતા.

image source

જ્યારે ગામલોકો કાચબાને જોવા માટે નજીકથી એકઠા થયા ત્યારે તેઓએ જોયું કે તે હલતો નથી. કાચબાને મૃત જોઈને ગ્રામજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. કાચબાનું પંચનામું તૈયાર કરીને વિધિવત અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. મળતી માહિતી મુજબ જે તળાવમાં કાચબો મળ્યો છે તે પણ અંગ્રેજોના સમયનો છે. આ તળાવ લગભગ 100 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું.

image source

એવું કહેવાય છે કે મુંગેલી જિલ્લામાં લગભગ 100 વર્ષ પહેલાં અંગ્રેજોના શાસન દરમિયાન રાજીવ ગાંધી મણિયારી જળાશયનું નિર્માણ થયું હતું. આ તળાવ એક ડેમ સાથે પણ જોડાયેલું છે. આ જળસ્ત્રોત મુંગેલી જિલ્લાની જીવાદોરી ગણાય છે. રવિવારે જ્યારે કેટલાક ગ્રામજનો ડેમના ડીપ વિસ્તારમાં હાજર હતા. દરમિયાન અહીં એક વિશાળ કાચબો દેખાયો. કાચબાનું કદ લગભગ 3 ફૂટ જેટલું છે. તેનું વજન લગભગ 70 કિલો હતું. નિષ્ણાતોના મતે આ કાચબાની ઉંમર પણ 100 વર્ષથી વધુ જણાવવામાં આવી રહી છે. અત્યારે લોકો નિરાશ છે કે આટલો દુર્લભ અને જૂનો વિશાળ કાચબો જીવતો નથી.