પેટની ચરબીને સટાસટ ઓગાળવી હોય તો આ સૂપ પીવાનું કરી દો શરૂ, મળી જશે રિઝલ્ટ

જાડાપણાથી છૂટકારો મેળવવો એ એક મોટો પડકાર છે પરંતુ વધુ સારા સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે માત્ર ખોરાક ઘટાડતા અને એક થી બે કલાક નિયમિત વ્યાયામ કરીને જાડાપણાથી છૂટકારો મળતો હોત,તો આજે દરેક લોકો પાતળા અને તંદુરસ્ત હોત.જાડાપણાને ઘટાડવા માટે આહારમાં વિશેષ ધ્યાન આપવાની જરૂર છે,પરંતુ આ સિવાય તમારી જીવનશૈલીમાં પણ ઘણા સકારાત્મક પરિવર્તન જરૂરી છે.

image source

જાડાપણાની સમસ્યા તમારા લુકને ખરાબ રીતે અસર કરે છે પરંતુ તે અન્ય રોગોનું કારણ પણ બની શકે છે. વૃદ્ધો તેમજ યુવા પેઢી પણ આજે જાડાપણાની શિકાર બની રહી છે.2013 ના આરોગ્ય અહેવાલમાં જણાવ્યા અનુસાર,વિશ્વભરમાં 2 અબજ કરતા વધારે યુવાનોની ફરિયાદ વજન વધવાની છે. અને તેમાંથી 31% ભારે જાડાપણાથી પીડાય છે.

image source

જો આપણે આજથી વજન વધારવા અંગે તકેદારી નહીં બતાવીએ તો પછીથી આપણને લીવરની સમસ્યા,હાર્ટ પ્રોબ્લેમ અને બ્લડ પ્રેશર જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.જાડાપણું એ વૃદ્ધો અને નાના બાળકોના હાડકાંમાં થતી પીડાનું એક મુખ્ય કારણ છે.તો ચાલો જાણીએ કે તમે કેવી રીતે તમારા જાડાપણાને ઘટાડી શકો છો. આજે અમે તમને એવા કેટલાક સૂપ વિશે જણાવીશું કે જે સૂપની મદદથી તમે તમારી ચરબી ખૂબ જલ્દીથી ઉતારી શકો છો.

image source

સફેદ બીનનું સૂપ જાડાપણાથી છુટકારો મેળવવા માટે ખૂબ મદદગાર છે.તેમાં ચરબી અને સોડિયમ ઓછી માત્રામાં હોય છે.

મશરૂમમાં ચરબી ખૂબ ઓછી હોય છે અને તે શરીરને જરૂરી ચરબી પણ પૂરી પાડે છે.મશરૂમનું સૂપ પીવાથી વજન ઝડપથી ઘટાડી શકાય છે.

image source

મોટાભાગના લોકોને બ્રોકોલી પસંદ નથી હોતી પરંતુ તેમાં ઘણા ગુણધર્મો છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.જાડાપણાથી છુટકારો મેળવવા માટે બ્રોકોલી શૂપ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે 100 ગ્રામ બ્રોકોલીમાં માત્ર 1.2 ગ્રામ ચરબી હોય છે.તે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે.

image source

દૂધીનું સૂપ પીવાથી પણ તમારો વજન ઘટી શકે છે.દૂધીનું સૂપ બનાવવું ખૂબ જ સરળ છે,પહેલા તમારે પ્રેશર કુકરમાં દૂધી,ડુંગળી,ટામેટા, કેપ્સિકમ ઉકાળવાની જરૂર છે.જ્યારે આ બધી શાકભાજી ઉકલી જાય,ત્યારે તેને બ્લેન્ડરથી પીસી લો અને એક પેસ્ટ તૈયાર કરો.હવે એક પેનમાં ઓલિવ તેલ અથવા કોઈપણ વનસ્પતિ તેલ ઉમેરો.ત્યારબાદ તેમાં જીરું નાખો અને ત્યારબાદ બધી પેસ્ટ નાખી દો, હવે તમારા સ્વાદ પ્રમાણે મીઠું અને મરી નાખો.ત્યારબાદ તમારું સૂપ તૈયાર છે.તમે તેને સાડી રીતે પણ પી શકો છો અથવા બ્રેડ અને ટોસ્ટ સાથે પણ સર્વ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત