ચારેકોરથી માઠી જ માઠી, પેટ્રોલ-ડીઝલ-ગેસ બધાના ભાવ વધારા બાદ હવે ખાવાનું તેલ પણ ફાડી નાખે એવું મોંઘુ થયું

આખો દેશ સતત મોંઘવારીથી લડી રહ્યો છે. લોકો સમજી નથી શકતા કે તેઓ ટૂંકા પગારમાં પોતાનું ઘર કેવી રીતે ચલાવશે. ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ બાદ ખાદ્યતેલ મોંઘુ થયુ છે. જેમાં કપાસિયા અને સીંગતેલમાં રૂ.25નો વધારો થયો છે. તેમાં સીંગતેલનો ડબ્બો રૂ.2550થી રૂ.2600 થયો છે. તેમજ કપાસિયા તેલનો ડબ્બો રૂ.2550એ પહોંચ્યો છે.

image source

ઉલ્લેખનિય છે કે સિંગતેલ અને કપાસિયા તેલમાં સામાન્ય ઘટાડા બાદ ફરી ભાવ વધારો થયો છે. તેમાં બન્ને મુખ્ય તેલમાં ડબ્બે રૂપિયા 25નો વધારો થયો છે. તેમાં સીંગતેલ ડબ્બો 2550થી 2600 એ પહોંચ્યો છે. તો કપાસિયા તેલનો ડબ્બો 2500 થી 2550 એ પહોંચ્યો છે. બન્ને તેલ વચ્ચે માત્ર 50 રૂપિયાનો ફેર જોવા મળ્યો છે. તેમજ દરેક તેલના ભાવમાં 6 મહીનાથી સતત વધારો થઇ રહ્યો છે.

યુક્રેન પર રશિયન હુમલા બાદથી ક્રૂડ ઓઈલ માર્કેટમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. આ સમય દરમિયાન એક સમય એવો આવ્યો કે ક્રૂડ ઓઇલ 139 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું હતું, જે 2008 પછીનું તેનું સર્વોચ્ચ સ્તર હતું. જો કે, તે મધ્યમાં પાછો આવ્યો અને 100 ડોલર ની નીચે ગયો. આજે શરૂઆતના કારોબારમાં ફરી નરમાઈ જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ 2.11 ટકા ઘટીને 119 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. WTI ક્રૂડમાં પણ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે.

image source

પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાય છે અને સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના દૈનિક દર પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો 9224992249 નંબર પર RSP સ્પેસ પેટ્રોલ પંપનો કોડ લખીને અને BPCLના ગ્રાહકો 9223112222 નંબર પર RSP લખીને માહિતી મેળવી શકે છે. તે જ સમયે, HPCLના ગ્રાહકો HPPprice લખીને અને 9222201122 નંબર પર મોકલીને કિંમત જાણી શકે છે.