છત્રી અને રેઈનકોટની તૈયારી કરી લો, ગુજરાતમાં આ તારીખથી થઈ જશે ચોમાસાનું આગમન, જાણો મેઘરાજા શરૂઆત કયા જિલ્લામાંથી કરશે

દેશમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું છે. જેમાં દક્ષિણ તમિલનાડુ અને બંગાળની ખાડીમાં આગળ વધ્યું છે. તેમાં નૈઋત્યના ચોમાસાની હવામાન વિભાગે જાહેરાત કરી હતી.

image source

કેરળમાં નૈઋત્યના ચોમાસાની જાહેરાત થઇ ગઇ છે. તેથી દેશમાં 3 દિવસ વહેલા નૈઋત્યના ચોમાસાનું આગમન થયુ છે. જેમાં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 15મી જૂને ચોમાસાનું આગમન થશે. તેમાં નૈઋત્યનું ચોમાસુ આગળ વધ્યું છે. જેમાં અરબી સમુદ્ર, લક્ષદ્વીપ ટાપુ, કેરળ બાદ દક્ષિણ તમિલનાડુ અને બંગાળની ખાડીમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે.

image source

કેરળમાં નૈઋત્યના ચોમાસાની હવામાન વિભાગે વિધિવત આગમનની ગઇકાલે જાહેરાત કરી હતી. તેમાં દેશમાં સામાન્ય દિવસ કરતા ૩ દિવસ વહેલા નૈઋત્યના ચોમાસાનું આગમન થયુ છે.

જેમાં ગુજરાતમાં સામાન્ય રીતે 15મી જૂને ચોમાસાનું આગમન થતું હોય છે. પણ નૈઋત્યના ચોમાસાની સાનુકૂળ પરિસ્થિતિને જોતા ગુજરાતમાં ચોમાસું વહેલું આવે તેવી શક્યતા છે.