હરિધામ સોખડામાં ફરી એક વાર વિવાદ આવ્યો સામે, ગુણાતીત સ્વામીના નિધનને હરિભક્તોએ શંકાસ્પદ ગણાવ્યું

વડોદરા નજીકના હરિધામ સોખડા મંદિરમાં ગાદીના ગજગ્રાહ વચ્ચે પ્રબોધ સ્વામી જૂથના સંતનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો છે. વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે દોડી ગયેલા હરિભક્તોએ તાત્કાલિક અંતિમ ક્રિયા રોકાવી મૃતદેહના પેનલ પોસ્ટમોર્ટમની માંગ કરી મોત અંગે શંકા ઉપજાવી છે.

image source

અત્રે નોંધનીય છે કે, ગાદીના ગજગ્રાહ વચ્ચે લોહિયાળ પડઘાના સંકેતનો વર્તારાનો ભાસ થતો હતો. તેવામાં હવે પ્રબોધ સ્વામી જૂથના સંતનું શંકાસ્પદ મોત અનેક સવાલો ઊભા કરે છે.

ગુણાતીત સ્વામી ના મૃતદેહને એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર વિભાગમાં લઈ જવામાં આવ્યો છે જ્યાં કાયદેસરની કાર્યવાહીના કાગળ થશે અને આ અંગે નોંધ થશે, ત્યારબાદ થોડીવાર પછી મૃતદેહને પોસ્ટ મોર્ટમ વિભાગમાં લઈ જવામાં આવશે.

image source

વડોદરા નજીક આવેલા સોખડા સ્વામિનારાયણ મંદિરમાં હરીપ્રસાદ સ્વામીના નિધન બાદ સતત વિવાદો સપાટી પર આવી રહ્યા છે. ગતરાત્રે સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામી નિધન થયું હતું. જેના પર પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોએ આશંકા વ્યક્ત કરી છે અને ગુણાતીત સ્વામીનું નિધન શંકાસ્પદ પરિસ્થિતિમાં થયું હોવાની જણાવી રહ્યા છે.

એસપીને આવેદનપત્ર આપ્યું

પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો આજે ફરી એક વખત કલેકટર કચેરી દોડી ગયા હતા. આ દરમ્યાન હરિભક્ત સંજય ભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, હરિધામ સોખડામાં ગુણાતીત સ્વામીના નિધન ઉપર અમને શંકા છે. તેઓ હેલ્થી અને સેવામાં સક્રિય હતા. બે દિવસ અગાઉ તેમણે પ્રબોધ સ્વામી પાસે બાકરોલ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અને આજે તેમનું રહસ્યમય મોત નિપજ્યું છે. અમે કલેકટરને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે હરિધામ સોખડા માં ગુણાતીત સ્વામીની અંતિમ ક્રિયા ઉપર રોક લગાવી પેનલ પોસ્ટમોર્ટમની સાથે ઉચ્ચસ્તરીય તપાસની માંગણી કરી છે. હાલ પરિસ્થિતિ જોતા હરિધામ સોખડામાં અંતિમ ક્રિયા માટે ઉતાવળિયો પ્રયાસ પણ થઈ રહ્યો છે. આમ, રહસ્યમય સંજોગોમાં સંતનું મોત નિપજતા હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. અને રહસ્યમય મોત સામે અનેક સવાલો ઉભા થતા નિષ્પક્ષ તપાસની માગણી ઉઠી છે.