ક્રૂડ ઓઈલ 140 ડોલર પ્રતિ બેરલને પાર કરવા તૈયાર, દેશમાં ફરી મોંઘુ થઈ શકે છે પેટ્રોલ અને ડીઝલ

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ફરી એકવાર 122 ડોલર પર પહોંચી ગઈ છે. અમેરિકન મલ્ટીનેશનલ ઇન્વેસ્ટમેન્ટ બેંક અને ફાઇનાન્શિયલ સર્વિસ કંપની ગોલ્ડમેન સૅક્સના જણાવ્યા અનુસાર ઑગસ્ટથી સપ્ટેમ્બર સુધીમાં ક્રૂડ ઑઇલની કિંમત 140 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. એટલે કે આગામી દિવસોમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સતત તેજી :

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં જબરદસ્ત વધારો થયો છે. આ અઠવાડિયે કાચા તેલની કિંમત 122 ડોલર સુધી પહોંચી ગઈ છે. 2012 પછી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં આ સૌથી મોટો ઉછાળો છે. એટલે કે છેલ્લા 10 વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે ભારતમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાની સંભાવના છે. નોંધપાત્ર વાત એ છે કે છેલ્લા 3 અઠવાડિયાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. રવિવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol, Diesel Prices Hiked by Rs 1.60 in Two Days. Know Fuel Rates in your City Today
image sours

શહેરનું નામ    પેટ્રોલ         ડીઝલ

દિલ્હી          રૂ.96.72        રૂ.89.62

મુંબઈ          રૂ.111.35        રૂ. 97.28

ચેન્નાઈ          રૂ.102.63       રૂ.94.24

કોલકાતા       રૂ.106.03       રૂ.92.76

ભારતીય બાસ્કેટની કિંમત દસ વર્ષ પછી સર્વોચ્ચ સ્તરે પહોંચી છે :

ભારતમાં ક્રૂડ ઓઈલના ભાવ એક દાયકા પછી 121 ડોલર પ્રતિ બેરલની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયા છે. પરંતુ હજુ પણ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) અનુસાર, 9 જૂને ભારતમાં ક્રૂડ ઓઈલની કિંમત 121.28 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ હતી. અગાઉ આ ભાવ 2012ના ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં જોવા મળ્યો હતો.

Petrol, diesel prices continue to soar, hit new highs on Tuesday - The Statesman
image sours