ડાયાબીટીસની સમસ્યાએ તમારા હાલ બેહાલ કરી દીધા છે? તો જાણો આ ચમત્કારીક છોડના પાન વિશે અને મેળવો આ સમસ્યામાંથી મુક્તિ…

તુલસી ના પાનના ઘણા ફાયદા છે

સનાતન ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. દરેક ઘરમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે, સાથે જ ઘરના આંગણામાં તુલસીનો છોડ ઘણો ફાયદા કારક રહે છે. આયુર્વેદમાં પણ તુલસીને ઔષધિ માનવામાં આવે છે. તેમાં ઘણા ઔષધીય ગુણો છે, જે આપણાં સ્વાસ્થ્ય માટે ઘણા જ ફાયદારૂપ સાબિત થાય છે. ડોક્ટર્સ પણ બદલાતી સિઝનમાં થતી સામાન્ય બીમારી જેવી કે તાવ આવવો, શરદી-ખાંસી અને કફ થવો, આ બધામાં આપણને તુલસીના પાનમાંથી બનાવેલો કાઢો પીવાની સલાહ આપે છે.

image source

એક્સપર્ટ લોકોનું કહેવું છે કે તુલસીના પાન ખાવાથી વધતું વજન અને શુગર લેવલ ને કંટ્રોલમાં રાખી શકાય છે. જો તમે પણ ડાયાબિટીઝના દર્દી છો કે પછી તમારા ઘરના કોઈ સભ્યને ડાયાબિટીઝ છે, તો તે ઘટાડવા માટે અને શુગર કંટ્રોલ ઘટાડવા માટે તુલસીના પાન ખાવાથી ઘણો લાભ થાય છે. ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે તુલસીના પાનમાં એન્ટિ બાયોટિક ગુણો રહેલા છે.

ડાયાબીટીસ માટે તુલસી

image source

તુલસીના પાંદડા ની અંદર ખૂબ જરૂરી યુજેનોલ, કેરીઓફિલીન, મેથિલ યુજેનોલ હોય છે. આ ઘટકો આપણા શરીર ની અંદર બીટા કોશિકાઓ ને સુધારવામાં મદદ કરે છે, જે આપણા શરીર ની અંદર ઇન્સ્યુલિન બનાવવા માટે મદદ કરે છે. આપણા શરીર ની અંદર યોગ્ય પ્રમાણમાં ઇન્સ્યુલિન બને તો સુગરનું પણ ઓછું કરવામાં મદદ થાય છે

મોઢાની દુર્ગંધ માટે તુલસી

image source

મોઢામાંથી દુર્ગંધ દૂર કરવા માટે તુલસીના પાંદડા ની પેસ્ટ બનાવી તેની અંદર થોડું સરસવનું તેલ ઉમેરી અને આ પેસ્ટ તમારા દાંત પર લગાવવાથી દાંત ને ફાયદો કરે છે. તેમજ મોઢામાંથી દુર્ગંધ દૂર થાય છે, તેમજ તેની અંદર એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ઘણા બધા બેક્ટેરિયા થી આપણું રક્ષણ કરે છે.

માથાના દુખાવામા તુલસી આરામ અપાવે છે :

image source

વધારે કામ કરવું અથવા વધારે ચિંતા ને કારણે માથાનો દુખાવો થવો એક સામાન્ય વાત છે. જો તમે પણ હંમેશા માથાના દુખાવા થી પરેશાન રહો છો તો તુલસી ના તેલ ના એક બે ટીપા નાકમાં નાખો. આ તેલ ને નાકમાં નાખવાથી માથાના દુખાવા અને માથા સાથે જોડાયેલ અન્ય રોગોમાં રાહત મળે છે. સૌથી જરૂરી વાત એ છે કે તુલસીને ઉપયોગ કરવાની રીત સરખી હોવી જોઈએ.

ઉધરસ થી છુટકારો :

image source

તુલસીના પાનથી બનેલ શરબત ની અડધી થી દોઢ ચમચી જેટલી માત્રા બાળકો ને અને બે થી ચાર ચમચી જેટલી માત્રા યુવાઓના સેવન કરવાથી ઉધરસ, શ્વાસ, કુક્કુર ઉધરસ અને ગળા ની ખરાશમાં લાભ થાય છે. આ શરબતમાં ગરમ પાણી ઉમેરી ને લેવાથી તાવ અને દમમાં ખૂબ લાભ થાય છે.

image source

આ શરબતને બનાવવા માટે કાસ – શ્વાસ – તુલસી – પત્ર પચાસ ગ્રામ, આદુ પચીસ ગ્રામ અને મરી પંદર ગ્રામ ને પાંચ સો મિલી પાણીમાં ઉમેરીને ઉકાળો બનાવો, ચોથા ભાગનું પાણી રહે ત્યારે ગાળી લો તથા દસ ગ્રામ નાની એલચી ના બીજનું ચૂર્ણ ઉમેરીને બસો ગ્રામ ખાંડ નાખીને પકાવો, એક સરખી ચાશણી થઈ ગયા પછી ગાળી ને રાખી લો અને તેનું સેવન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત