જો સવારમાં ઉઠીને તરત કરશો આ કામ, તો મોટામાં મોટી બીમારીઓ પણ થઇ જશે છૂમંતર

સવારે પાણી

મનુષ્યના શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે પાણી અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. મનુષ્યના આખા શરીરમાં અંદાજીત ૫૦ થી ૬૦ ટકા જેટલું પાણી હોય છે. જેમ કે, પાણી આપણા શરીરના અંગો અને માંસપેશીયોની સુરક્ષા કરે છે. પાણીની મદદથી શરીરની બધી જ કોશિકાઓ સુધી પોષકતત્વ અને ઓક્સિજન પહોચાડવાનું કામ પાણી કરે છે. ઉપરાંત પાણી શરીરના પોષકતત્વોને તોડવામાં પણ મદદ કરે છે અને પાણી આપણા શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

image source

જયારે આપણે સવારના સમયે ઉઠીએ છીએ ત્યારે આપણા શરીરને પાણીની સૌથી વધારે જરૂરિયાત પડે છે. એટલે આપણે સવારે ઉઠીને ૨ થી ૩ ગ્લાસ જેટલું પાણી પી લેવું જોઈએ. ચાલો હવે આપણે જાણીશું કે, સવારના સમયે ઉઠીને તરત ખાલી પેટે પાણી પીવાથી આપણા શરીરને ક્યાં ક્યાં ફાયદાઓ થાય છે એના વિષે જાણીશું.

image source

સવારે ઉઠી ગયા પછી તરત જ ખાલી પેટે પાણી પીવાથી આપણા શરીરમાં રહેલ વિષાક્ત પદાર્થોને શરીર માંથી બહાર કાઢવામાં મદદ મળે છે, જેના કારણે આપણા શરીરમાં રહેલ લોહીની અશુદ્ધિઓને દુર કરે છે. લોહી શુદ્ધ થવાના કારણે તેની સીધી અસર આપણી ત્વચા પર જોવા મળે છે અને આપણી ત્વચામાં ચમક જોવા મળે છે.

image source

શરીરની ઈમ્યુનીટી સીસ્ટમની મજબુતાઈ જાળવી રાખવા માટે પાણી ખુબ મહત્વનો ભાગ ભજવે છે. શરીરની ઈમ્યુન સીસ્ટમ શરીરમાં થતા રોગ, ઇન્ફેકશન અને ખરાબ કોશિકાઓ સામે લડત આપવામાં મદદ કરે છે અને આપણા શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે. ભારતીય આયુર્વેદ અને જાપાનની મેડીકલ સોસાયટી મુજબ,

image source

સવારના સમયે ખાલી પેટે પાણી પીવાથી આપને થતા માથાના દુઃખાવા, શરીરના દુઃખાવા, હ્રદયની બીમારીઓ સામે, બ્લડ પ્રેશર, એપિલેપ્સી, જાડાપણું, અસ્થમા, ટીબી, કીડની અને યુરીનને સંબંધિત બીમારીઓ, ઉલટીઓ થવી, ગેસ, ડાયાબીટીસ, ડાયેરિયા, પાઈલ્સ, કબજિયાત, કેન્સર, આંખ, નાક, કાન અને ગળાને સંબંધિત બીમારીઓના ઉપચાર કરવામાં મદદ કરે છે.

image source

સવારના ઉઠીને તરત જ પાણી પીવાથી શરીરનું મેટાબોલીઝમ સક્રિય થાય છે.સવારના સમયે ખાલી પેટે પાણી પીવાથી આપના વધી ગયેલ વજનને ઘટાડવામાં મદદ કરે છે. ઉપરાંત સવારના સમયે જયારે આપણે ઊંઘ માંથી ઉઠીએ છીએ ત્યારે આપણા શરીરને સૌથી વધારે જરૂરિયાત પાણી હોય છે.

image source

સવારના ઉઠીને તરત પાણી પીવાથી આપણા શરીરને નવી કોશીકાઓનું નિર્માણ ઝડપથી થવા લાગે છે અને આપણા શરીરની માંસપેશીયો મજબુત થવા લાગે છે. સવારે ઉઠીને તરત પાણી પીવાથી આપણું ગળું, આંખો, પેશાબ અને કીડનીને સંબંધિત તકલીફો આપણા શરીરથી દુર રાખવામાં મદદ કરે છે. મહિલાઓએ ખાસ સવારના સમયે ઉઠીને પાણી પીવું જોઈએ કેમ કે, મહિલાઓની માસિક ધર્મને સંબંધિત સમસ્યાઓ પણ દુર કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત