એક એવી જગ્યા જ્યાં ઘરની બહાર પત્નીની તસવીર લગાવવાનો છે ટ્રેન્ડ, જાણો બીજા અનોખા રિવાજ વિશે

વિશ્વના વિવિધ દેશોના રીતરિવાજો પણ અલગ-અલગ છે. ઘણા દેશોના રિવાજો તદ્દન અનોખા છે. શું તમે જાણો છો કે એક એવો દેશ પણ છે જ્યાં ઘરની બહાર દિવાલ પર તમારી પત્નીની તસવીર લટકાવવાની પરંપરા છે. જી હા, બ્રુનેઈમાં દરેક પતિ પોતાના ઘરની દીવાલ પર પોતાની પત્નીની તસવીર લટકાવે છે.

image source

બ્રુનેઈ ઈન્ડોનેશિયાની નજીક આવેલો દેશ છે. આ દેશના લોકો ઘરની બહાર દિવાલો પર પોતાની પત્નીની તસવીરો લગાવે છે. અહીંના રાજાઓ પણ તેમના મહેલની બહાર તેમની પત્નીનો ફોટો લગાવે છે. જોકે દિવાલ પર સુલતાનનો ફોટો પણ જોવા મળશે. આ રિવાજ સદીઓથી બ્રુનેઈમાં ચાલે છે.

તમને જણાવી દઈએ કે બ્રુનેઈમાં હજુ પણ રાજાશાહી ચાલે છે. મતલબ કે આજે પણ અહીં રાજાનું શાસન ચાલુ છે. બ્રુનેઈને 1 જાન્યુઆરી 1984ના રોજ બ્રિટિશ ગુલામીમાંથી આઝાદી મળી હતી. અંગ્રેજોની ગુલામી બાદ પણ બ્રુનેઈનું નામ વિશ્વના સમૃદ્ધ દેશોમાં સામેલ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ દેશમાં ઘરો કરતાં વધુ લોકો પાસે કાર છે. અહીં એક હજાર લોકો માટે 700થી વધુ કાર છે. તમને જણાવી દઈએ કે બ્રુનેઈમાં તેલની કિંમતો ઘણી ઓછી છે. અહીં લોકોએ ‘ટ્રાન્સપોર્ટ ટેક્સ’ પણ નહિવત ચૂકવવો પડે છે.

image source

બ્રુનેઈના રાજા હસનલ બોલ્કિયા છે, જેની ગણતરી વિશ્વના સૌથી ધનિક રાજાઓમાં થાય છે. એક રિપોર્ટ અનુસાર વર્ષ 2008માં બ્રુનેઈના રાજાની સંપત્તિ લગભગ એક લાખ 36 હજાર 300 કરોડ રૂપિયા હતી. વાહનોના શોખીન બ્રુનેઈના રાજાની અંગત કાર સંપૂર્ણ રીતે સોનાની બનેલી છે.

બ્રુનેઈના સુલતાન જે મહેલમાં રહે છે તેમાં 1700થી વધુ રૂમ છે. તેને વિશ્વનો સૌથી મોટો અને આલીશાન ‘રેસિડેન્શિયલ પેલેસ’ માનવામાં આવે છે. બ્રુનેઈના સુલતાનને વાહનોનો ખૂબ શોખ છે. તમને જાણીને નવાઈ લાગશે કે સુલતાન પાસે 7 હજારથી વધુ કાર છે.