એલાવ સાવ આવું થોડું હોય કાઈ, ડોક્ટર સારવાર કરવા નીકળ્યો, કિડનેપ કરીને છોકરી વાળાઓએ પરણાવી દીધો, કારણ કે…

બિહારના બેગુસરાયમા એક ન વિશ્વાસ આવે તેવી ઘટના બની છે ત્યાંના એક વેટનરી ડોક્ટરનુ અપહરણ કરીને તેના લગ્ન જબરદસ્તીથી કરાવી દીધા છે. તે સોમવારે તેના ઘરેથી પશુઓના ઈલાજ માટે નીકળ્યો હતો. ત્યારે રસ્તામા તેનુ અપહરણ કરવામા આવ્યું અને તેને મંદિરમા લઈ જઈને તેના લગ્ન કરાવી દીધા હતા. હજી સુધી તે પાછો આવ્યો નથી. ત્યારબાદ આ છોકરાના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ ડોક્ટર સત્યમને શોધવા માટે જુદી જુદી જગ્યાએ દરોડા પાડી રહ્યા છે. આ ઘટના તેઘરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે.

હકિકતમા મંગળવારના દિવસે સવારમાં પિઢૌલી ગામમા રહેતા એક સુબોધ કુમાર ઝાના મોબાઈલ પર એક વીડિયો આવ્યો હતો. આ વીડિયો તેમના દિકરા ડૉ. સત્યમના લગ્નનો હતો. તેમા તેના દીકરા સાથે એક છોકરી બેઠી હતી. ત્યાં પંડિત મંત્રો પણ વાંચતા હતા. આજુ બાજુ લોકોની ભારે ભીડ જમા હતી. ત્યાં લગ્નની વીધી કરાવવામાં આવતી હતી. આ વીડિયો જોઈને ડૉ. સત્યમના પરિવારની ચિંતા વધી ગઈ હતી.

बिहार में मवेशी डॉक्टर का लड़की वालों ने अपहरण कर कराया 'पकड़ौआ विवाह' -  News Aroma
image sours

છોકરાના પરિવારજનોએ આવો આરોપ લગાવ્યો છે કે સોમવારની બપોરે ડૉ. સત્યમ કુમાર પશુઓનો ઈલાજ કરવા માટે ઘરેથી બહાર ગયો હતો. ત્યારે તે મોડી સાંજ સુધી પાછો નહતો આવતા પરિવારે આરોપ લગાવ્યો કે, હસનપુર ગામના વિજય સિંહે આ ડૉ. સત્યમનુ અપહરણ કરીને તેના લગ્ન કરાવી દીધા છે.

આજે સવારના છોકરીવાળાઓએ ડૉ. સત્યમના માતાના મોબાઈલમાં એક વીડિયો મોકલ્યો હતો. હવે તે તેઘડા પોલીસ સ્ટેશનમા પરિવારે ફરિયાદ કરીને તેમના દિકરાનુ અપહરણ કરીને બળજબરીથી તેના લગ્ન કરાવ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ ડૉ. સત્યમને શોધી રહી છે. સત્યમ મળશે ત્યાર બાદ જ સંપૂર્ણ બનાવની જાણ થશે.

પોલીસ પ્રેમ પ્રસંગ માનીને પણ તપાસ હાથ ધરી છે :
તેઘરા પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર સંજય કુમારે કહ્યું કે, પોલીસ પ્રેમ પ્રકરણ માનીને પણ આ ઘટનાની તપાસ કરે છે. આ લગ્ન ગઢપુરા પોલીસ સ્ટેશનના મોડતર ગામમા થયા. ત્યા આ છોકરીનું માસીનું ઘર છે. આ લગ્ન પણ ત્યા જ કરાવવામા આવ્યા હતા. છોકરીના પરિવારજનોએ અપહરણનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ પરિવારજનોએ આ છોકરા અને છોકરીને લગ્ન કરાવ્યા બાદ ત્યાથી બીજે ક્યાંક મોકલી દેવાયા છે. તેથી હવે સત્યમના મળ્યા બાદ જ આ આખો ઘટનાનો ખુલાસો થઈ શકે છે.

बिहार में मवेशी डॉक्टर का लड़की वालों ने अपहरण कर कराया 'पकड़ौआ विवाह' -  News Aroma
image sours