કમર સુધી પાણી હતું, નવજાત બાળકને બાસ્કેટમાં મૂકીને પિતા ઘરે લાવ્યા, વીડિયો જોઈને લોકોએ ભગવાન કૃષ્ણને યાદ કર્યા

ઉત્તરપૂર્વીય રાજ્ય આસામ હાલમાં ગંભીર પૂરની ઝપેટમાં છે. પૂરના કારણે આસામના 33 જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મોટાભાગના વિસ્તારોમાં પાણી ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે. જેના કારણે લાખો લોકોને ઘર છોડવું પડ્યું છે. આસામમાં પૂરના કારણે એવી તબાહી મચી છે કે અત્યાર સુધીમાં 70થી વધુ લોકોના મોત થયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે જે જગ્યાએ પહેલા વાહનો દોડતા હતા હવે ત્યાં બોટ દોડી રહી છે. આ દરમિયાન આસામમાંથી એક હૃદય સ્પર્શી વીડિયો સામે આવ્યો છે.

જો તમે બાળપણમાં ટીવી પર શ્રી કૃષ્ણ સિરિયલ જોઈ હશે, તો તેમાં એક વાત જરૂર ધ્યાનમાં આવી હશે. ભગવાન કૃષ્ણને તેમના પિતા વાસુદેવ ટોપલીમાં લઈને યમુના નદી પાર કરે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો પણ આવો જ છે. આ વીડિયો જોઈને લોકોને ભગવાન કૃષ્ણ અને વાસુદેવની યાદ આવી ગઈ છે. વીડિયોમાં એક પિતા પોતાના નવજાત બાળકને પૂરના પાણીમાં ટોપલીમાં લઈને ઘરે લાવે છે. આ વીડિયોએ પૂરમાં ફસાયેલા લોકોના ચહેરા પર થોડું સ્મિત લાવી દીધું છે.

image source

વીડિયો આસામના સિલચરનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક પિતા તેના નવજાત બાળકને ઘરે લાવી રહ્યો છે. આ દરમિયાન પૂરનું પાણી ઘરની બહાર કમર સુધી ભરાઈ જાય છે. અતિશય વરસાદના કારણે રસ્તાઓ નદીઓ બની ગયા છે. આ પાણીમાં આ પિતા પોતાના નવજાત બાળકને ટોપલીમાં મૂકીને ઘરે લાવ્યા છે. વિડીયો જોયા પછી તમને ભગવાન કૃષ્ણ ચોક્કસ યાદ આવશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.