એવા ગામ વિશે જાણો જેનું ફળિયું ગુજરાતમાં છે અને ભણવા માટે મહારાષ્ટ્રમાં જવું પડે છે

ગુજરાત અને મહારાષ્ટ્ર રાજયના વિભાજનને 62 વર્ષ જેટલો લાંબો સમય થયો છે. પરંતુ ઉમરગામના ગોવાડા ગામના 33થી વધુ ઘરો મહારાષ્ટ્ર રાજ્યની સરદહમાં જ આવેલા છે. તો મહારાષ્ટ્રના ઘરો ગુજરાતમાં જોવા મળે છે. એક ઘરમાં ગુજરાતી રહે છે, તો તેનો પડોશી મહારાષ્ટ્રીયન છે.

image source

ગુજરાતના છેવાડા ઉમરગામ તાલુકાની બોર્ડર મહારાષ્ટ્ર રાજય સાથે જોડાયેલી છે. જેમાં ગુજરાતનું છેલ્લું ગામ ગોવાડા છે. જેની બોર્ડર મહારાષ્ટ્રના તલાસરી તાલુકાનું જાઇ ગામને અડીને આવેલી છે. ઉમરગામના ગોવાડા ગામની વસ્તી 3500 છે. જયારે જાઇની વસ્તી 3000 છે. પરંતુ ગુજરાતના ગોવાડા નવી નગરીના મહારાષ્ટ્રની સરહદમાં કેટલાક ઘરો આવેલાં છે. જયારે જાઇની સરહદમાં ગુજરાતના ઘરોનો સમાવેશ થાય છે.

બોર્ડર હોવા છતાં ગુજરાત-મહારાષ્ટ્રના લોકો એક-બીજાની સરહદમાં જીવન વિતાવી રહ્યાં છે. એક ઘર મહારાષ્ટ્રની સરહદમાં આવેલું છે. જેનું પાડોશનું ઘર ગુજરાતની સરદહમાં આવેલું છે. બંને રહીશોના આધારકાર્ડ પણ અલગ-અલગ રાજયોના છે. આજુબાજુમાં રહેતા હોવા છતાં એકને મહારાષ્ટ્રનું તો બીજાને ગુજરાતના પાણી મળે છે.

જોકે, બંને ગામોના લોકો એકબીજા પર નિર્ભર હોવાથી સીધા વ્યવહારો જોવા મળી રહ્યાં છે. શાળા, કોલેજ, આરોગ્ય, પીવાના પાણી સહિતની સુવિધાના મુદે એક-બીજાના ઉપયોગી બની રહ્યાં છે. બંને રાજયો અલગ પડયાને 62 વર્ષ પૂર્ણ થવા આવ્યાં હોવા છતાં પણ આ બંને ગામો વચ્ચે સરહદ નહિ પરંતુ સીધા વ્યવહારો ચાલી આવ્યાં છે. અહી સરહદની જગ્યાએ એક-બીજાને ઉપયોગી બની રહ્યાં છે.

image source

ગોવાડા નવીનગરીમાં રહેતા કમુબેન દુબળા ગુજરાતની સરહદમાં રહે છે. તેઓ ગુજરાતનો આધારકાર્ડ છે. જયારે પડોશી નિલમ પુનિત માછી મહારાષ્ટ્રની સરહદ છે. તેમના આધારકાર્ડ પણ મહારાષ્ટ્રનો છે. આજુ-બાજુમાં રહેતાં હોવા છતાં બંને ઘર માલિકો અલગ-અલગ રાજયના દર્શાવામાં આવી રહ્યાં છે. જ્યારે ડ્રોનથી લેવાયેલી ઇનસેટ તસવીરમાં દેખાતી આ ઘરોની એક લાઇન માત્ર ગુજરાતમાં છે જ્યારે બાકીના તમામ ઘરો મહારાષ્ટ્રમાં છે.

ગોવાડા ગામ ગુજરાતમાં આવ્યુ છે, પરંતુ મહારાષ્ટ્રના જાઇ, બોરડીમાં એજ્યુકેશન સારું હોવાથી બાળકોને સ્કૂલમાં ત્યાં મોકલીએ છીએ. આરોગ્ય માટે પણ મહારાષ્ટ્ર તરફ જવાનું પસંદ કરીએ છીએ. પાણીની થોડી તકલીફ છે. પરંતુ બંને ગામોના લોકો એક-બીજા સાથે સીધા જોડાયેલા છે.

ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરની વચોવચ આવેલાં ગોવાડા નવી નગરીમાં રહેતાં લોકો ગુજરાતી મરાઠી અને માંગેલાભાષાનો ઉપયોગ કરે છે. અનેક લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલાં છે. તો કેટલાક લોકો કંપનીમાં જઇ રોજગારી મેળવી રહ્યાં છે.અમારા ઘરના માથે ગુજરાત પંચાયતના ઘર નંબર લખેલા છે.આ સાથે ગુજરાતનો આધારકાર્ડ છે.