ફિલ્મની જેમ આ પુષ્પરાજે પણ બરોડાને નિશાન બનાવ્યું, ખાલી ચાર જ મિનિટમાં જ આ આખું વૃક્ષ એવી રીતે ગાયબ કરે કે જોનારાનું માથું ફરી જશે

લાલ ચંદનની ચોરી પર બનેલી ફિલ્મ પુષ્પા જોઈ હશે. પરંતુ શું તમે જાણો છો કે, આપણા રાજ્યમાં પણ લાલ ચંદનનું જંગલ છે અને તેમાંથી પણ એક ચંદન ચોર પુષ્પા ખાલી ચાર મિનિટમા જ વૃક્ષો કાપીને ખૂનખાન મગરોથી ભરેલી એક નદી પાર કરી ફરાર થઈ જાય છે.

તસ્કરો ખાલી ચાર મિનિટમા જ વૃક્ષ કાપીને ગાયબ થઈ જાય છે :
આ ફિલ્મ તો આંધ્રપ્રદેશના ચંદનના જંગલમાં થતી ચોરી પર બનાવવામાં આવી છે. પરંતુ આવું જ એક લાલ ચંદનનું નાનકડું જંગલ આપણા રાજ્યના બરોડામા પણ આવેલું છે. અને આના લીધે વડોદરામા પણ ઠેર-ઠેર પુષ્પારાજનો પગપેસારો થયેલો છે.  આ એવા તસ્કરો  છે.  જે ખાલી ચાર જ મિનિટમા લાલ ચંદનના વૃક્ષને કાપીને ખૂનખાર મગરોથી ભરેલી વિશ્વામિત્રી નદીને અંધારામા જ પાર કરીને બહાર નીકળી જાય છે.

रक्त चंदन / लाल चंदन (Red Sandalwood in Hindi)
image sours

ખૂનખાર મગરોની વચ્ચેથી ચંદનની ચોરી 
મગરોથી ભરેલી આ વિશ્વામિત્રી નદીના કાંઠે જવાનું પણ નહીં વિચારો. પરંતુ લાલ ચંદનની ચોરી કરતા આ તસ્કરો આવી ખુનખાન મગરોથી પણ નથી બિતા અને રાતના અંધારામા તે નદીપાર કરીને લાલ ચંદનની ચોરીને અંજામ આપે છે.  જોકે અહીં શહેરમાં લાલ ચંદનનુ જંગલ ક્યાં આવ્યું? જો એવો સવાલ થતો હોય તો જણાવી દઈએ કે, આ જંગલ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની દેનથી બનેલું છે. તેમણે મૈસુરથી આ ચંદનના વૃક્ષો લાવીને લક્ષ્મીવિલાસ પેલેસ અને કમાટીબાગમા આના વૃક્ષો લગાવ્યા હતા. તેધીમે-ધીમે વૃક્ષોની સંખ્યા વધવા લાગી અને આજે વડોદરામા પણ લાલ ચંદનના બે હજાર જેટલા વૃક્ષો આવેલા છે.

એક ચંદનના વૃક્ષની કિંમત લાખથી લઈને ૪૨ લાખ સુધીની મળે છે :
ચંદનના વૃક્ષની કેમ ચોરી કરવામાં આવે છે? તો અહીં તમને જણાવી દઈએ કે, આના એક કિલો લાકડાની કિંમત ૭ હજારથી ૧.૫ લાખ રૂપિયા સુધીની છે અને ૨૦ થી ૨૫ વર્ષ જૂના એક ચંદનના વૃક્ષનુ વજન ૬૦૦ કિલો આજુબાજુ હોય છે ક્વોલિટી પ્રમાણે, એક ચંદનના વૃક્ષની કિંમત અંદાજે ૬ લાખથી 42 લાખ સુધી મળી આવે છે આજ કારણે, વડોદરામા પુષ્પારાજ ઘણા બધા વધી ગયા છે. જેઓ મગરોથી આખી ભરેલી વિશ્વામિત્રી નદીને પાર કરતા પણ નથી અચકાતા.

૧૫ વર્ષમા ૬૦ જેટલા વૃક્ષોની ચોરી થઈ : 
આજના આધુનકિ સમયમા લાકડા કાપવા માટે ઘણા બધા ઈલેક્ટ્રીક સાધનો આવી ગયા છે. પરંતુ ચંદન ચોરો આજે પણ અવાજ ન થાય તે માટે આરી સહિતના દેશી ઓજારોનો ઉપયોગ કરે છે અને   ઝડપથી ચોરી કરીને અહીંથી ફરાર થઈ જાય છે. જ્યારે આજ સુધી પોલીસ અને વન વિભાગ આ ચોરોને ઝડપવામા સફળ નથી થઈ રહી. આ એક ખુબ મોટો સવાલ છો.

Smuggled Sandal Wood Consumption In Kannauj Up - यूपी के इस जिले में हो रही है सबसे ज्यादा तस्करी के चंदन की खपत - Amar Ujala Hindi News Live
image sours