ગજ્જબ કરે છે લોકો પણ, સુરતની જ વાત લઈ લો, વૃદ્ધ દંપતીના શરીરમાંથી મળી આવ્યું 1 કરોડનું ગોલ્ડ

સુરતમાં 1 કરોડના સોના સાથે વૃદ્ધ દંપતી પકડાયું છે. જેમાં શારજાહથી ફ્લાઈટમાં દંપતી આવ્યું હતું. તેમાં શરીરના ભાગે સોનાની 8 કેપ્સુલ છૂપાવી હતી. જેમાં કસ્ટમ વિભાગે દંપતીની સોના સાથે ધરપકડ કરી છે. તથા કસ્ટમ વિભાગે બંને દંપતિ પાસે સોનુ લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

image source

ઉલ્લેખનિય છે કે વૃદ્ધ દંપતીના શરીરમાંથી 1 કરોડથી વધુનું સોનું પકડાતા કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. શંકાના આધારે એરપોર્ટ પર મુંબઈના દંપતીની તપાસ કરાઈ હતી. 60 વર્ષીય વૃદ્ધ અને તેમની પત્નીને અટકાવીને જ્યારે તપાસ કરાઇ ત્યારે સો કોઈ હેરાન પરેશાન થઈ ગયું હતું.

દંપતીના શરીરમાંથી 8 કેપ્સુલમાં 1 કિલો 900 ગ્રામ સોનું છૂપાવીને લાવ્યા હતા. આ સોનું કેપ્સ્યુલના રૂપમાં અને થોડું બેગમાં બોડીમાં સંતાડીને લઈ જવામાં આવતું હતું. કેપ્સ્યુલની બજાર કિંમત 1.01 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. એરપોર્ટ પર મુંબઇના દંપતીનો ભાંડો ફૂટી જતા પોતે જ સોનાની દાણચોરી કરી હોવાની વાત સ્વીકારી હતી.

image source

આ ઘટનાની મળી માહિતી પ્રમાણે, રવિવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ શારજાહથી સુરતની ફ્લાઇટમાં આવેલા મુંબઈના દંપતી એરપોર્ટથી બહાર આવી રહ્યા હતા, ત્યારે કસ્ટમના અધિકારીઓને તેમની ચાલને જોતા શંકા જતાં તેમને રોકવામાં આવ્યા હતા. સો પ્રથમ તો તેમની બેગ તપાસતાં તેમાંથી સોનું નીકળ્યું હતું. જેના આધારે બંનેને પૂછપરછ શરૂ કરાઈ હતી. આખરે પૂછપરછ દરમિયાન બંને જણાં રડવા જેવા થઈ ગયા હતા અને સમગ્ર હકીકત જણાવી હતી.