ઘરે ઘરે પ્રખ્યાત સિંગર ગીતાબેન રબારીએ મોંઘીદાટ નવી કાર ખરીદી, વેડિંગ એનિવર્સરીની કંઈક આ રીતે પતિ સાથે કરી ઉજવણી

દેશ અને દુનિયાભરમાં ‘કચ્છની કોયલ’ તરીકે ઓળખાતા ગુજરાતી લોકગાયિકા ગીતાબેન રબારી માટે તેમના પતિ પૃથ્વી રબારી એક મજબૂત સપોર્ટ છે. તેઓ વિદેશ કે પછી દેશના કોઈ પણ ખૂણે લોકડાયરો અથવા ભજન સંધ્યાના કાર્યક્રમમાં જાય ત્યારે પૃથ્વી હંમેશા તેમની સાથે જાય છે.

ગીતાબેન રબારી અને પૃથ્વી રબારીના લગ્નને સાત વર્ષ થઈ ગયા છે. એનિવર્સરી પર દંપતીએ તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એકબીજાને એનિવર્સરીની શુભેચ્છા પાઠવી છે. ગીતાબેન હાલમાં જ લોકડાયરા માટે અમેરિકા ગયા હતા, આ દરમિયાનની પતિ સાથેની તસવીરો તેમણે શેર કરી છે. જેમાં તેમણે હંમેશાની જેમ ટ્રેડીશનલ પોષાક અને ઘરેણાં પહેર્યા છે જ્યારે પૃથ્વી વ્હાઈટ ટીશર્ટ, ડેનિમ અને જેકેટમાં જોવા મળી રહ્યા છે.

ગીતાબેન રબારીએ પતિને વેડિંગ એનિવર્સરી વિષ કરી છે અને સાથે જ તેમના જીવનને ખુશીઓથી ભરી દેવા માટે આભાર માન્યો છે. તેમણે લખ્યું છે ‘પહેલા કરતાં મારા જીવનને વધારે સારું અને ખુશીઓથી ભરી દેવા માટે આભાર. શબ્દોથી વ્યક્ત ન કરી શકું એટલો પ્રેમ તમને કરું છું. સાતમી મેરેજ એનિવર્સરીની શુભેચ્છા, મારા વ્હાલા પતિ @pruthvirabari79’.ગીતાબેન રબારીની પોસ્ટ પર સિંગર જીગરદાન ગઢવી, રાહુલ મુંજારિયા, આંચલ શાહ, કિંજલ દવે તેમજ બોલિવુડ સિંગર સલિમ મર્ચન્ટે કોમેન્ટ કરીને બંનેને અભિનંદન પાઠવ્યા છે.

એનિવર્સરી પર ગીતાબેન રબારીએ નવી કાર ખરીદી હતી. તેમણે Toyota Innova ખરીદી છે. ઈન્સ્ટાગ્રામ પર વીડિયો તેમણે શેર કર્યો હતો અને લખ્યું હતું ‘પરિવારમાં વધુ એક નવા સભ્યનું આગમન’. આ પોસ્ટ પર કોમેન્ટ કરીને કિંજલ દવે, ઉર્વશી રાદડિયા, કાજલ મહેરિયા, નૈતિક નાગડા સહિતના મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.