એક અઠવાડિયામાં ત્વચાને ગોરી બનાવવા અપનાવો આ ટીપ્સ, વાંચો આ લેખ અને મેળવો માહિતી…

શિયાળામાં ત્વચાની સમસ્યાને લઇને ઘણાં લોકો પરેશાન રહે છે. તો તમારે ત્વચાની કાળજી લેવા માટે રાતે જ ચહેરા પર બ્યૂટી પ્રોડક્ટ લગાવવી જોઇએ. જેથી આખી રાતમાં તમારી ત્વચા રિપેર થઇ જાય છે અને બીજા દિવસે સવારે તમારી ત્વચા સુંદર અને ચમકદાર લાગશે. શિયાળામાં ઘણી મહિલાઓ પોતાની બ્યુટી કીટમાં ગ્લિસરીન રાખવાનું પસંદ કરે છે. ચહેરા માટે કેવી રીતે ઉપયોગી છે ગ્લિસરીનનો ઉપયોગ..

image source

ત્વચા ની સંભાળ નિયમિત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે ચહેરાની ત્વચાને સ્વચ્છ અને સ્વસ્થ બનાવે છે. ઘણા લોકો ચમક મેળવવા માટે ચહેરા પર ગ્લિસરિન લગાવે છે. પરંતુ શું તમે જાણો છો કે ત્વચા પર ગ્લિસરિન લગાવવા નો સાચો રસ્તો શું છે અને તેના ફાયદા શું છે ?

image source

અમે તમને જણાવી દઈએ કે ત્વચા સંભાળ ની નિયમિતતા આપણી ત્વચા માટે રક્ષણાત્મક સ્તર તરીકે કામ કરે છે. જે ત્વચા ને નુકસાન કરનારા પરિબળો ને ત્વચાથી દૂર રાખે છે. ચાલો આ લેખમાં ગ્લિસરિનના ફાયદાઓ વિશે જાણીએ.

ગ્લિસરિન કેવી રીતે બને છે ?

image source

ગ્લિસરીન ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. જે છોડમાંથી કાઢવામાં આવે છે અને પછી ખાંડ સાથે આથો લાવીને અને કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે. ગ્લિસરીન એક પારદર્શક વસ્તુ છે, જેમાં કોઈ ગંધ નથી હોતી. ગ્લિસરીન નો ઉપયોગ મોઇશ્ચરાઇઝર, ક્લીન્ઝર અને સીરમ તરીકે કરી શકાય છે.

ચહેરા માટે ગ્લિસરિન નો ઉપયોગ કેવી રીતે કરવો

image source

જો તમે ચહેરા પર ગ્લિસરિન લગાવવા માંગતા હો, તો પહેલા રાત્રે ચહેરો સાફ કરો અને સુકાવો. આ પછી, અડધા કપ પાણીમાં ગ્લિસરિનના થોડા ટીપાં નાખો. હવે એક કોટન બોલને કપમાં ડુબાડીને ત્વચા પર લગાવો. ધ્યાનમાં રાખો કે તેને મોં અથવા આંખો ની નજીક ન લગાવો.

રાત્રે સૂતા પહેલા તમે દૂધની મલાઇમાં થોડૂક ગ્લિસરીન મિક્સ કરી દસ મિનિટ ચહેરા પર લગાવો. તે બાદ ચહેરાને નવશેકા પાણીથી બરાબર ધોઇ લો. જેથી શિયાળામાં તમારી શુષ્ક ત્વચા સુંદર બની જશે. ગ્લિસરીન ને તમે એક મોશ્ચારાઇઝર તરીકે પણ ઉપયોગમાં લઇ શકો છો. તેને તમે ક્રિમની સાથે મિક્સ કરીને રોજ સૂતા પહેલા ચહેરા પર લગાવો. પરંતુ જો ક્રીમ ન હોય તો તમે સાદા પાણી સાથે ગ્લિસરીન મિક્સ કરીને લગાવી શકો છો.

ગ્લિસરિનનો ઉપયોગ કરવાના ફાયદા

image source

ત્વચા નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ગ્લિસરિન નો ઉપયોગ સામાન્ય, શુષ્ક અને તેલ યુક્ત ત્વચા માટે થઈ શકે છે. આ ત્વચાને કોમળ બનાવે છે, અને ચમક આપે છે. આ સાથે, ત્વચા નો રંગ સુધરે છે, અને ચામડીના રોગોનું જોખમ ઓછું થાય છે. તે જ સમયે, તે મોઇશ્ચરાઇઝિંગ અને ચહેરા ને ટોન કરવામાં પણ મદદરૂપ છે, જે વૃદ્ધત્વના નિશાન પણ ઘટાડે છે.