‘ભગવાન તમને દીકરો આપે’ પૂજા દરમિયાન પ્રેગ્નન્ટ મોહીનાને મળ્યા આ આશીર્વાદ તો સાસુએ પંડિતજીને ટોકીને કહ્યું-‘અમને દીકરી જોઈએ’

યે રિશ્તા ક્યાં કેહલતા ફેમ મોહીના કુમારી સિંહ આ દિવસોમાં પોતાના જીવનના સુંદર પળ એટલે પ્રેગ્નેન્સીમાંથી પસાર થઇ રહી છે. મોહીના એપ્રિલમાં મહિનામાં બેબીનું સ્વાગત કરવા માટે એકદમ તૈયાર છે. થોડા દિવસ પહેલા એમણે વેબ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાની પ્રેગ્નન્સી રૂટિન અંગે જણાવ્યું હતું.

image source

આ દરમિયાન એમણે એ પણ જણાવ્યું કે કેવી રીતે એમની સાસુએ એક પંડિતજીને રોક્યો હતો જે મોહીનાને છોકરો થવાની પ્રાર્થના કરી રહ્યો હતો. મોહીનાએ કહ્યું જ્યાં સમાજ અને સાસુ-સસરા, એક પ્રેગ્નેન્ટ મહિલા પાસે દીકરાની ઉમ્મીદ કરે છે, એ મામલે તેઓ ખુબ લકી છે, કારણ કે સાસુ-સસરાને એક પૌત્રીનું સુખ જોઈએ.

image source

તેમેણે ઇન્ટરવ્યૂમાં કહ્યું- ‘મને ખોટું લાગે છે જયારે કોઈ કહે છે દીકરો થશે. હાલમાં જ ઘરમાં પૂજા હતી અને પંડિતજીએ મારા સાસુ-સસરાને કહેતા રહ્યા કે ઘણા બધા દીકરા થાય. પંડિતજીની આ વાત સંભાળી મારી સાસુએ તેમને અટકાવ્યા અને કહ્યું- ‘મને દીકરી જોઈએ!’ મને વાસ્તવમાં મારી સાસુ પર ગર્વ છે.’