તમારા શાકભાજી ભેળસેળ યુક્ત છે કે ખાવાલાયક ? આ રીતે ઘર બેઠા જ કરી શકાય છે ચેક

જ્યારે પણ તમે હેલ્ધી ફૂડ અને શાકાહારી ભોજન ખાવા વિશે વાત કરતા હશો ત્યારે સૌથી પહેલા તમારા મગજમાં લીલાં શાકભાજીનો જ વિચાર આવતો હશે. પરંતુ શું આપણે જે ફળો અને શાકભાજી તે ખરેખર ખાવાલાયક છે કે કેમ ? તેમાં ખરેખર કોઈ ભેળસેળ કરવામાં નથી આવતી ? એ પ્રશ્ન સતત અણઉકેલ જ રહે છે.

image source

આ એ સવાલ છે જે મોટાભાગે ચિંતાનો વિષય જ રહે છે. તમારા ફેવરિટ શાકભાજીને નકલી લીલાં રંગથી રંગી નાખ્યા બાદ તેમાં કોપર સલ્ફેટ, રોડામાઇન બી, કેલ્શિયમ કાર્બાઇડ અને એ સિવાય શું ખબર કેટકેટલા ખતરનાક તત્વો તેમાં ભેળવી દેવામાં આવે છે. તમે આ ભેળસેળને તો નથી રોકી શક્તા પરંતુ અમુક એવા ઉપાયો છે જેના દ્વારા તમે તેનાથી બચી જરૂર શકો છો.

FSSAI એ જણાવ્યા આ ઉપાય

image source

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAI તરફથી એક વિડીયો શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એ જણાવવામાં આવ્યું છે કે તમે તમારા લીલાં શાકભાજીની ચકાસણી કઈ રીતે કરી શકો છો અને તમે ઘરે બેઠા જ જાણી શકો છો કે તમે ક્યાંક બજારમાંથી ભેળસેળ વાળા ભીંડા કે કોબીજ તો નથી ખરીદી લાવ્યા ને ? સામાન્ય રીતે ભીંડાને malachite green રંગથી રંગી દેવામાં આવે છે. malachite green એ રાસાયણિક તત્વ છે જે રંગવા માટે કામ આવે છે. તેને એન્ટીમાઈક્રોબિયલ સ્વરૂપે પણ પ્રયોગ કરવામાં આવે છે. તેને સૌપ્રથમ વખત હરમેન ફિસરે વર્ષ 1877 માં તૈયાર કર્યું હતું.

આ રીતે ચેક કરો શાકભાજીમાં ભેળસેળ છે કે કેમ ?

image source

FSSAI તરફથી જે વિડીયો શેયર કરવામાં આવ્યો છે તેમાં જણાવ્યા અનુસાર જો તમે બજારમાંથી ખરીદ કરેલ શાકભાજી ભેળસેળ યુક્ત છે કે નહીં તે ચેક કરવા ઇચ્છતા હોય તો તેના માટેની રીત બહુ સરળ છે. તમારે એક રૂ નો ટુકડો લેવાનો રહેશે જેને લિકવિડ પેરાફિનમાં ડુબાડીને તે રૂ ના ટુકડાને જે તે શાકભાજીના નાના ટુકડા પર ઘસવાનો છે. જો આમ કર્યા બાદ રૂ નો રંગ લીલો થઈ જાય તો સમજવું કે તમારી શાકભાજી ભેળસેળ યુક્ત છે અને જો રૂ નો રંગ ન બદલે ન બદલે તો એ શાકભાજી ખાવાલાયક છે. ડોક્ટરોના મત અનુસાર જો તમે malachite green દ્વારા રંગવામાં આવેલ શાકભાજી ખાશો તો તમને અનેક ખતરનાક બીમારીઓ થવાની સંભાવના છે.

કયા શાકભાજીમાં કરવામાં આવે છે પ્રયોગ ?

image soucre

વર્ષ 2006 માં અમેરિકાનાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે FDA એ ચીનથી આયાત કરીને આવેલા સી ફૂડમાં તેની માહિતી મેળવી હતી. જે સમયે આ malachite green વિશેની જાણ અમેરિકાને થઈ એ સમયે સી ફૂડમાં તેનો પ્રયોગ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો હતો. તેનો વટાણા, લીલા મરચા, ભીંડા અને પાલકને લીલા દેખાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ખાદ્ય વૈજ્ઞાનિકોના મતે malachite green આજે ઓન ભારતીય ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ઝડપથી થઈ રહ્યો છે. તેને કારસીનોજેન રીતે પણ ઓળખવામાં આવે છે.