ગુજરાતમાં તલાટીની 3400 જગ્યા ને ઉમેદવારો 17 લાખ! આનાથી વધારે બેકારીનો પુરાવો કોઈને જોતો હોય તો કહેજો

રાજ્યમાં બેરોજગારીનો આંકડો ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યો છે. તલાટીની ભરતીમાં 17 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. 3 હજાર 400 જગ્યા સામે 17 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. સરકારી જગ્યા માટે નિયમિત ભરતી ન થતાં આંકડો ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યો છે. તલાટીની એક જગ્યા માટે 500 ફોર્મ ભરાયા છે. 3400 જગ્યા માટે 17 લાખ ફોર્મ ભરાયા છે. ગુજરાતમાં તલાટીની નોકરી મેળવવા જાણે કે શિક્ષિત બેરોજગારોનું ઘોડાપુર ઉમટ્યું છે.

image source

નોંધનીય છે કે, રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સમસ્યા સતત વધતી જાય છે. સરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં જાણે કે હોડ જામી છે. ગુજરાત સરકારે રાજ્યમાં ફરીથી તલાટીની ભરતીની જાહેરાત બહાર પાડી છે. જેના પગલે ખૂબ મોટી સંખ્યામાં યુવકોએ ઉમેદવારી નોંધાવી છે. રાજ્યભરમાંથી અધધધ કહી શકાય એટલાં 17 લાખ જેટલા ફોર્મ ભરાયા છે. આ આંકડાઓ રાજ્યમાં બેરોજગારીની વાસ્તવિકતા દર્શાવે છે અને યુવાનોને પૂરતી રોજગારી મળી રહે છે એવાં સરકારના પોકળ દાવાને પણ ખુલ્લા પાડી રહી છે.

તલાટીની એક જગ્યા માટે 500 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જામશે. એ પરથી અંદાજ મેળવી શકાય છે કે, ગુજરાતમાં બેકારીનું પ્રમાણ કેટલી હદે પહોંચ્યું છે. એક તરફ સરકાર એવું કહેતી હોય છે કે, ગુજરાતમાં બેરોજગારી ખૂબ ઓછી છે પરંતુ જ્યારે-જ્યારે સરકારી નોકરીઓમાં ભરતી આવે ત્યારે ખબર પડે છે કે, ગુજરાતમાં કેટલાં યુવાનો નોકરી મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યાં છે.

image source

સરકારી ઓફીસમાં ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પડતા જ ગુજરાતના લાખો શિક્ષિત યુવાનો નોકરી મેળવવા માટે ઓનલાઈન અરજીઓ આપીને પરીક્ષાઓ આપતા હોય છે.