ગુજરાતની એક એવી શાળા કે જ્યાં ધોરણ 10ના એકેય વિદ્યાર્થી પાસ ન થયા બોલો. 0 ટકા પરિણામ આવતા મોટા સવાલો ઉઠ્યા

કોરોના કોળની અસર ભણતર પણ થઈ છે તે સાબિત આજના ધોરણ 10ના શરમજનક પરિણામ કરી શકાય છે. ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે 9 લાખથી પણ વધુ વિદ્યાર્થીઑએ પરીક્ષા આપી હતી. જેમાં 34% વિદ્યાર્થીઑ નાપાસ થયા છે. ત્યારે આણંદના ઉમરેઠની સ્વામી માયાતીતાનંદ શાળાનું શરમજનક પરિણામ આવ્યું છે. શાળાના 25 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. પણ તમામ 25માંથી એકપણ વિદ્યાર્થી પાસ ન થતા સવાલો ઊભા થઈ રહ્યા છે.ઉમરેઠની 51 વર્ષ જૂની ગ્રાન્ટેડ શાળામાં કેવું ભણતર અપાય છે તેની પોલ ખૂલી છે. સ્કૂલના શિક્ષકોની કામગીરી પર પણ સવાલ ઊઠી રહ્યા છે.

image source

તો બીજી તરફ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં દીકરીઓએ દીકરાઓને પાછળ છોડી દીધા છે. દીકરીઓનું 11.74 ટકા વધુ પરિણામ આવ્યું છે. તો સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 10માં અમદાવાદ શહેરનું 63.18 ટકા અને ગ્રામ્યનું 63.98 ટકા પરિણામ આવ્યું છે. શહેરમાં 586 અને ગ્રામ્યમાં 594 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે શહેરમાં B1 અને C2 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ત્યારે પાસ થયેલા વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી. અમદાવાદમાં એક રિક્ષા ચાલકના દીકરા આકાશ મોદીએ 90 ટકા મેળવ્યા હતા.

આ તરફ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા બે ભાઈએ પણ તેજસ્વી પરિણામ મેળવીને ડંકો વગાડયો છે. ભૂપત પરમારે 90 ટકા અને રાજુ પરમારે 78 ટકા પરિણામ મેળવ્યું હતું. ભૂપતે જણાવ્યું કે અભ્યાસ માટે વીજળી નહોતી માટે માત્ર દિવસે જ અભ્યાસ કરી શકતા હતા. હવે આ બન્ને ભાઈમાં એક ડોક્ટર અને એક એન્જિનિયર બનવા માગે છે. 10મા ધોરણનું પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓએ ગરબા રમીને ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓ તો ઠીક પણ વાલીઓમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

image source

રાજકોટ જિલ્લામાં પણ 72.86 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ રૂપાવટી કેન્દ્રદ્રનું 94.80 ટકા પરિણામ આવ્યું હતું. અહીં A1 ગ્રેડમાં 1561 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. તો વડોદરામાં પણ 61.21 ટકા પરિણામ આવ્યું હતું. અહીં 478 વિદ્યાર્થીએ A-1 ગ્રેડ મેળવ્યો હતો. પરીક્ષામાં સારું પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો અને ગરબા રમીને વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી. હાલ તો ધોરણ 10નું પરિણામ આવી ગયું છે. સાથે જ હવે વિદ્યાર્થીઓએ આગળ કઈ ફેકલ્ટીમાં પ્રવેશ લેવો અને ભવિષ્યમાં શું કરવું તે વિચારવાનો સમય આવી ગયો છે.

સુરતમાં પણ 75.64 ટકા પરિણામ જાહેર થયું છે. સુરતમાં ગુજરાતના સૌથી વધુ 2532 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. સુરત જિલ્લાનું ગુજરાતમાં પણ સૌથી વધુ 75.65 ટકા પરિણામ જાહેર થયું છે. તો પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી.