તરબૂચની સાથે તેની છાલ અને બીજ પણ છે ફાયદાકારક, આ બીમારીઓથી બચાવશે

ગરમીઓમાં તરબૂચ ખાવું ના માત્ર તમને ભારે ગરમીથી રાહત આપે છે. પરંતુ તેમાં વિટામિન્સ ઘણી માત્રામાં હોય છે. એટલું જ નહીં, તરબૂચની છાલ અને તેના બીજ પણ ઘણા ફાયદાકારક હોય છે. તરબૂચનો સફેદ ભાગ તમને ઘણી બીમારીઓથી બચાવી શકે છે. તરબૂચમાં વિટામિન-એ મોટા પ્રમાણમાં હોય છે. તે તમારી આંખો અને હૃદય માટે સારૂ હોય છે.

આજે આપણે તરબૂચના છોતરા ખાવાથી થતા ફાયદાઓ જાણીશું.

બીજથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે

image source

તરબૂચની જેમ તેના બીજ પણ તમને ઘણી બીમારીઓથી બચાવે છે. તે ડાયાબિટીઝ, હૃદયરોગ, ત્વચા અને વાળની ​​સમસ્યાઓ દૂર કરવામાં મદદગાર છે. તરબૂચના બીજમાં ખૂબ કેલરી જોવા મળે છે. આ બીજમાં પોટેશિયમ, કોપર, સેલેનિયમ અને ઝીંકનું પ્રમાણ વધુ હોય છે. તરબૂચનાં બીજમાં પ્રોટીન અને વિટામિન બી પણ પૂરતા પ્રમાણમાં હોય છે. કાચા બીજ ખાવાને બદલે, તમે તેને ફણગાવીને અથવા શેકીને ખાઈ શકો છો. તે પ્રતિરોધક ક્ષમતા પણ વધારે છે. જ્યારે પણ તમે ખાવ છો, આ બીજને બરાબર ચાવ અને ખાવ, નહીં તો તમારા માટે તે પચાવવું ખૂબ મુશ્કેલ છે.

હૃદયને રાખે સ્વસ્થ:

image source

તરબૂચના છોતરાંની અંદર રહેલી સિટ્રૂલાઇન રક્તપ્રવાહને યોગ્ય બનાવે છે અને હાર્ટ ફેલ્યોર, કોરોનરી આર્ટરી ડીઝીઝ જેવી બીમારીપમાં ફાયદાકારક સાબિત થાય છે. તરબૂચના છોતરા લોહીનું પરિભ્રમણ યોગ્ય રાખવામાં મદદગાર સાબિત થાય છે તેના કારણે તમારા હૃદયને પણ તે સ્વસ્થ રાખે છે.

યુટીઆઇમાં છે લાભકારી:

image source

તરબૂચના છોતરાંની અંદર પોટેશિયમ રહેલું છે. તેમમાં મૂત્રવર્ધક અને હાઇડ્રેટિંગ ગુનો રહેલા છે. તે યુટીઆઈમાં ફાયદાકારક રહે છે. યુટીઆઈની સમસ્યા થવા ઉપર તમારે નિયમિત રૂપે એક ગ્લાસ તાજા તરબૂચનો રસ પીવો જોઈએ. તે કિડનીના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

ત્વચા સંબંધી સમસ્યાઓમાં ફાયદાકારક:

image source

તરબૂચના છોતરાંની અંદર લાઈકોપીન હોય છે. જે સ્કિન ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. ત્વચાની યોગ્ય કાળજી લેવા માટે તમે તરબૂચના છોતરા સાથે કેળાને ભેળવી એક ફેસમાસ્ક બનાવો અને તેને ચહેરા ઉપર લગાવવાથી સારો ફાયદો થશે.

પૂરતી ઊંઘ લાવવામાં મદદગાર:

image source

તરબૂચના છોતરાંની અંદર પૂરતા પ્રમાણમાં મેંગેનેશિયમ હોય છે જે સારી ઊંઘ લાવવા માટે ખુબ જ ફાયદાકારક છે. તે તમારા મેટાબોલીજીમને નિયમિત કરે છે અને તેનાથી ઊંઘમાં ગડબડી કે અનિંદ્રા જેવી સમસ્યાઓ દૂર થાય છે.

ગરમીઓમાં તરબૂચ ખાવાનું સૌને ગમતું હોય છે, અને આ લોકડાઉનમાં પણ લોકોએ તરબૂચ ખાવાની મોજ તો માણી જ છે. પરંતુ મોટાભાગના લોકો જયારે તરબૂચ ખાય છે ત્યારે તેના છોતરા ઉતારી અને ફેંકી દેતા હોય છે, અને તરબુચની અંદરનો લાલ ભાગ જ ખાતા હોઈએ છીએ, પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે તરબૂચના છોતરા પણ ખુબ જ ગુણકારી હોય છે. તરબૂચની છાલમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન-સી, વિટામિન-એ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝીંકનું પ્રમાણ વધઝારે હોય છે. ત્યારે આ સફેદ ભાગમાં Citrulline હોય છે. તે ફ્રી રેડિકલ્સથી બચવામાં મદદગાર સાબિત થયા છે. આ એક એનિમો એસિડ છે, જે હૃદયમાં લોહીનું સંચાર અને પ્રતિરક્ષા પ્રણાલી માટે જરૂરી છે.

image source

બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા અને વજન ઘટાડવામાં મદદગાર

image source

કિડની અને હાર્ટ માટે તરબૂચની છાલ સારી છે. તેમાં Citrulline હોય છે, જે રક્ત પ્રવાહને સુધારે છે અને હૃદયની નિષ્ફળતા અને કોરોનરી આર્ટરી ડિસિઝની બિમારીથી પણ રક્ષણ આપે છે. આટલું જ નહીં, તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા અને વજન ઘટાડવામાં પણ મદદગાર છે. તે રક્ત વાહિકાઓને પાતળી કરે છે. તરબૂચની છાલમાં લાઇકોપીન નામનું તત્વ હોય છે જે બળતરા ઘટાડવામાં મદદગાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત