જાણી લો ચા વારંવાર ઉકાળીને પીવાથી સ્વાસ્થ્યને થતા આ નુકસાન વિશે…

દેશભરમાં કોરોના વાયરસનો કહેર ફેલાઈ રહ્યો છે ત્યારે ઈમ્યૂનનિટી સિસ્ટમ સારી રહે તે જરૂરી છે. તેમાં ઈમ્યૂનિટી વધારવા માટેના ડ્રિંક પણ છે. આ માટે જ્યારે રોજ તમે ચા પીઓ ત્યારે તેમાં જેઠીમધ અને લવિંગનો ઉપયોગ કરો તે યોગ્ય છે. તે શરીરમાં નેચરલ રીતે કામ કરે છે અને ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. કેટલાક લોકો ચા પીવાના શોખીન હોય છે. એક દિવસ એવો ન હોય જ્યારે ચા રસિકોએ ચાની ચુસ્કી ન લીધી હોય, ત્યારે કેટલાય લોકોને ચા પીવાની એવી ટેવ હોય છે કે તેઓ દિવસમાં ૩-૪ ચા પી લે છે. તમે દરરોજ ચા કે કૉફી પીતા હશો પરંતુ તેમ છત્તાં કેટલાય લોકોને ચા પીવાની યોગ્ય રીત ખબર નથી. દૂધવાળી ચા આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

image source

સવારે ઉઠતાની સાથે જ ચાના રસીકોને ચાની યાદ આવે છે. ઘણાના ઘરમાં તો સવારથી ૯ વાગતા વાગતા તો ૪થી૫ વખત ચા બની ગઈ હોય છે. ચા દરેક ગલી નુક્કડમાં સરળતાથી મળી પણ જાય છે. પણ તમે જરૂર અનુભવ કર્યું હશે કે કયાંકની ચા બહુ સ્વાદિષ્ટ હોય છે તો કેટલીક જગ્યાની ચામાં સ્વાદ જ નહી આવે. તેના પાછળનું એક માત્ર કારણ છે તેને બનાવવાની રીત. પરંતુ શું તમે જાણો છો કે ચાને ફ્રેશ બનાવીને જ પીવી જોઈએનું. વારંવાર ગરમ કરીને ચા ન પીવી જોઈએ કારણકે વારંવાર ઉકાળેલી ચા પીવાના કારણે તે તમારા શરીરને નુકશાન કરે છે. તો તમારા શરીરને ચાને કારણે થતા નુકશાનથી આ રીતે બચાવો.

image source

એક માણસ માટે એક નાની ચમચી ચાની પત્તી નાખવી યોગ્ય હોય છે. ૧૦૦ મિલી પાણીમાં બે ગ્રામ ચા પત્તી નાખવી જોઈએ.

પાણીને સારી રીતે ઉકાળવું જોઈએ. જેનાથી ચાનો રંગ ખૂબ સરસ આવે છે.

આવું કરવાથી ચાની સુગંધ પણ સારી આવે છે.

image source

પાણીને પહેલા એક વાર ઉકાળી લો. પછી જ તેમાં ચા પત્તી નાખવી.

ચા પત્તીને હંમેશા એયર ટાઈટ ડબ્બામાં બંદ કરીને રાખવી જોઈએ તેનાથી પત્તીઓ તાજી રહે છે.

image source

ચા પીવાના કપની વાત કરીએ તો ચીની માટીના કપ સૌથી બેસ્ટ હોય છે.

કાળી ચા એટલે કે બ્લેક ટીને પાંચ મિનિટ ઉકાળવી જોઈએ. તેમજ ગ્રીન ટીને વધારે ઉકાળવાની જરૂર ન હોય. તેના માટે માત્ર ત્રણ મિનિટ જ ઘણું છે.

ચા બનાવવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે કે પહેલા પાણીમાં ચા પત્તીને સારી રીતે ઉકાળો અને દૂધ છેલ્લે નાખો. તેનાથી ચાનો સ્વાદ સારી રીતે આવે છે.

image source

વધારે ચા પીવાથી બૉડી આયર્ન અને કેલ્શિયમને યોગ્ય રીતે સ્વિકારી શકતું નથી. તેનાથી હાડકાં નબળા પડવા લાગે છે. તેનું મર્યાદિત સેવન કરો.

image source

કેટલીક વખત ચા આલ્કોહોલની જેમ વર્તે છે, જે તમારા સ્નાયુઓને સક્રિય તો કરે છે. પરંતુ ચાનું વધારે સેવન ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. દિવસભરમાં ૨ અથવા ૩ વારથી વધારે ચા ન પીઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત