દાદર અને ખંજવાળની સમસ્યાથી કંટાળી ગયા છો? તો આ રીતે માત્ર 3 જ દિવસમાં કરી દો છૂ

દાદર અને ખંજવાળની સમસ્યા વિશે તો તમે સાંભળ્યું જ હશે આ એક પ્રકારનો ફંગલ ચેપ છે.તે હાથ,પગ,ગળા અથવા આંતરિક અવયવોમાં ક્યાંય પણ થઈ શકે છે.દેખાવમાં તો તે ઘા જેવું લાગે છે અને લાલ રંગ અથવા ભૂરા રંગનું હોય છે જે આપણી ત્વચા પર ઉપસેલું દેખાય છે.આ સમસ્યા કોઈપણ વ્યક્તિને કોઈપણ ઉંમરે થઇ શકે છે. જો આ નાનું હોય અને ભૂલથી પણ આપણે તેને ખંજવાળીએ તો તે ઝડપથી ફેલાવાનું શરૂ કરે છે.

image source

જ્યારે મોટું થાય છે,ત્યારે તે ફોડલા જેવું થાય છે,જેમાં પરુ ભરાઈ જાય છે.જો આ દાદર અથવા ફોલ્લાને અવગણવામાં આવે તો તે મોટું,જિદ્દી અને ગંભીર બની શકે છે.તેથી તેને ઝડપથી દૂર કરવાની જરૂર છે.દાદરની સમસ્યા સામાન્ય છે અને કેટલીકવાર તેને ઝડપથી મટાડી પણ શકાય છે.પરંતુ પછી તે ફરીથી થાય છે.આ માટે બજારમાં અનેક પ્રકારના ક્રિમ આવે છે,જે પાંચ-સાત દિવસમાં દાદર મટાડવાનો દાવો કરે છે,પરંતુ ઘણીવાર આ દાવા ખોટા સાબિત થાય છે. તેથી આ સમસ્યાને જળ-મૂળમાંથી દૂર કરવા માટે આજે અમે તમને ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી તમે આ સમસ્યામાંથી હંમેશા માટે છુટકારો મેળવશો.

image source

આજ અમે તમને ગલગોટાના ફૂલો વિશે જણાવીશું.આ જાણીને તમને આશ્ચ્ર્ય થશે પણ આ સાચું છે.ગલગોટાના ફૂલ તમારી દાદર અને ખંજવાળની સમસ્યા હંમેશ માટે દૂર કરશે.તો ચાલો જાણીએ ગલગોટાના ફૂલોનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.

image source

ગલગોટાના ફૂલનો ઉપયોગ ભગવાનની ઉપાસના અને શણગાર માટે તો થાય જ છે,પણ સાથે તે દાદર,ખંજવાળ જેવા રોગો માટે ચમત્કારી ઉપચાર છે.ગલગોટામાં ઘણા એન્ટી ફંગલ અને એન્ટિ-એલર્જિક ગુણધર્મો છે,જે દાદર તથા ખંજવાળ જેવી સમસ્યાઓને મૂળમાંથી દૂર કરે છે.જો તમને લાંબા સમયથી ખંજવાળની ​​સમસ્યા છે,તો આ ઉપાય તમારા માટે ખૂબ જ ઉપયોગી છે.

જાણો ગલગોટાનો ઉપયોગ કેવી રીતે કરવો.

image source

સૌથી પેહલા ગલગોટાના ફૂલની પાંદડીઓ તોડી તેને ગરમ પાણીમાં ઉકાળો.હવે આ પાણીને ઠંડુ થવા માટે છોડી દો.ત્યારબાદ જે જગ્યા પર દાદર અને ખંજવાળની સમસ્યા છે તે જગ્યા પર આ પાણી લગાડો.ત્યારબાદ આ પાણી થોડા સમય સુધી તે જગ્યા પર રહેવા દો પછી તેને બરાબર સાફ કરી દો.સતત 3 સુધી આ ઉપાય અજમાવવાથી તમારી દાદર અને ખંજવાળની સમસ્યા જળ-મૂળમાંથી દૂર થશે.

ગલગોટાના ઉપયોગની બીજી રીત.

image source

આ માટે ગલગોટાના પાંદડાઓનો રસ કાઢો અથવા તેને પીસીને તેની પેસ્ટ બનાવો.હવે આ પેસ્ટને દાદર અથવા ખંજવાળવાળી જગ્યા પર લગાવો અને 5 મિનિટ પછી તે પેસ્ટ સાફ કરો.સતત 7 દિવસ સુધી આ ઉપાય અજમાવવાથી તમારી દાદર અને ખંજવાળની સમસ્યા સમાપ્ત થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત