જાણો સ્ટ્રેચમાર્ક્સ પડતા રોકવા માટેના આ ઘરેલુ ઉપાયો વિશે

આજકાલ અનેક પ્રકારની શારીરિક તકલીફો વચ્ચે ઘણા લોકો સ્ટ્રેચમાર્કસની તકલીફથી પણ પરેશાન થઈ રહ્યા છે ત્યારે તેના ઉપાયો અંગે વાત કરતાં પહેલા આ સ્ટ્રેચમાર્ક્સ શું છે અને તે શેના કારણે થાય છે તે જાણવું જરૂરી બની જાય છે.

સ્ટ્રેચમાર્ક્સ એ સામાન્યરીતે ચામડી પર નાનામોટા ચીરાઓ અથવા એક પ્રકારના ડાઘ પડી જવાની સમસ્યા છે. સામાન્યતઃકિશોરાવસ્થામાં અને ખાસ કરીને પ્રેગનન્સી દરમ્યાન આ પ્રકારના માર્ક્સ એટલે કે ડાઘ પડી જવાની સમસ્યાઓ સહુથી વધારે રહે છે. આ ડાઘ માત્ર પેટ પર નહીં પણ શરીરના અનેક હિસ્સામાં પડી શકે છે. ઘણા લોકોને બગલની ઉપર ખભા પાસે પણ આ પ્રકારના ડાઘ જોવા મળે છે તો ઘણાને જાંઘ અથવા કમર પર ડાઘ પડ્યા હોય તેવું બની શકે છે. આ પ્રકારના ડાઘ હોર્મોનમાં થતા ફેરફારોને કારણે થાય છે. આ ઉપરાંત અમૂક દવાઓની આડઅસર પણ આના માટે કારણભૂત છે. અમૂક દવાઓ કોલેજનપ્રોડક્શન સાથેની અથડામણથી શરીરમાં ઈલસ્ટીસિટી ઓછી કરી નાખે છે જે સરવાળે આવા ડાઘ ઉભા કરી દે છે.

image source

દરેક પ્રકારની ચામડી પર અલગ અલગ પ્રકારના સ્ટ્રેચમાર્ક્સ જોવા મળે છે. ગોરી ચામડી પર હળવા ગુલાબી કે લાલ રંગના સ્ટ્રેચમાર્ક્સ જોવા મળે છે તો ઘઉંવર્ણી ચામડી પર આછા સફેદ અને શ્યામ રંગના સ્ટ્રેચમાર્ક્સ જોવા મળે છે. સ્ટ્રેચમાર્ક્સના કારણે ત્વચા ખેંચાયેલી રહેવાથી પિગમેન્ટ પ્રોડક્શન સેલ્સને નુકસાન થઈ જવાથી આવા સ્ટ્રેચમાર્ક્સવાળી ચામડી સમય જતાં કાળી પડી જવાની સમસ્યાઓ થતી હોય છે.

image source

સામાન્યરીતે દેખાવમાં એવું લાગે છે સ્ટ્રેચમાર્ક્સ શરીરની ચામડી પર જ પડ્યા છે પણ હકીકતમાં આ ખાસ પ્રકારના ડાઘ ચામડીની ઉપરના સ્તર પર નહીં, પણ વચ્ચેના સ્તર પર પડેલા હોય છે. આ સ્તરનેડરમિસ પણ કહેવામાં આવે છે. આ ડાઘ ચામડીની વચ્ચેના સ્તર પર કોલેજન અને ઈલાસ્ટીનબનવાનું બંધ થઈ જવાથી પડે છે અને ધીરેધીરે વધતા જાય છે. જો શરીર પર એકવાર સ્ટ્રેચમાર્ક્સ પડી જાય તો બજારમાં મળતી અનેક પ્રકારની દવાઓ અને ક્રીમ પણ આ સ્ટ્રેચમાર્ક્સ દૂર કરી શકતા નથી. જો કે આયુર્વેદિક સારવાર અને ઘરગથ્થુ ઉપાયો થકી સ્ટ્રેચમાર્કસને અમૂક હદ સુધી દૂર કરી શકાય છે. ગુલાબી રંગના આછાસ્ટ્રેચમાર્ક્સ જલ્દી દૂર થઈ જાય છે જ્યારે સફેદ અને શ્યામ રંગના સ્ટ્રેચમાર્ક્સ દૂર થતા ઘણો સમય લાગે છે.
આવો જાણીએ સ્ટ્રેચમાર્ક્સને દૂર કરવાના કેટલાક ઉપાયો વિશે

1. વિટામીન ઈ વાળા બોડીલોશન

image source

જે ભાગ પર સ્ટ્રેચમાર્ક્સ પડ્યા હોય તે ભાગ પર વિટામીન ઈ વાળા બોડીલોશનલગાવો અથવા વિટામીન ઈ ની કેપ્સ્યૂલઘસો. વિટામીન ઈ રેગ્યૂલરલગાવવામાં આવે તો ચામડી નીચેના મૃત કોષોની સારવાર થવાથીસ્ટ્રેચમાર્ક્સ સાવ ઓછા થઈ જાય છે.

2. ચામડી સૂકી ન પડવા દેવી

image source

સ્ટ્રેચમાર્ક્સ એ મૃત કોષનુંબહારી સ્વરૂપ છે. જેમની ચામડી લચીલાપણું છોડી દે છે તેમને આ તકલીફ થવાની સંભાવના સહુથી વધારે રહે છે તેથી બને તો મોઈશ્ચરાઈઝરક્રીમનો લગાતાર ઉપયોગ કરતાં રહેવું જોઈએ જેથી ચામડી સૂકી ન પડે અને મૃત કોષોની સંખ્યા વધે નહીં

3. પાણીનો ભરપૂર ઉપયોગ

image source

જેમને સ્ટ્રેચમાર્ક્સનીતકલીફો છે તેમણે આખા દિવસ દરમ્યાન ભરપૂર પાણી પીવું જોઈએ. દિવસના આઠ થી દસ ગ્લાસ પાણી પીવાથી શરીરમાં લચીલાપણુ બની રહે છે અને ચામડી સૂકાઈ જવાની તકલીફ થતી નથી.

4. પૌષ્ટિક આહાર

image source

વિટામીન સી, ઈ, ઝિંક, સિલિકા અને પ્રોટીનયુક્ત પૌષ્ટિક આહાર રેગ્યૂલર લેવાની આદત પાડવી જોઈએ. મૃત કોશિકાઓને ફરી બનાવવા માટે ગાજર, પાલક, જાંબુ, સાગનું શાક, બદામ, સ્ટ્રોબેરી વગેરે જેવા પૌષ્ટિક આહાર ઘણા ઉપયોગી થાય છે.

5. લીંબુનો રસ

image source

લીંબુના રસમાં આ પ્રકારના ડાઘ દૂર કરવાની કુદરતી ક્ષમતા છે. જે ભાગ પર સ્ટ્રેચમાર્ક્સ પડ્યા હોય ત્યાં લીંબુનો રસ દસ મિનીટ સુધી લગાવી રાખ્યા પછી તે ભાગને ધોઈ નાખવો. આ પ્રકારે લીંબુના રસનો રેગ્યૂલર ઉપયોગ કરવાથી સ્ટ્રેચમાર્ક્સ દૂર કરી શકાય છે.

image source

સામાન્યતઃસ્ટ્રેચમાર્ક્સની પરેશાનીથી ત્રસ્ત સ્ત્રીપુરુષો સમાજમાં બીજા લોકો એ ડાઘ વિશે જાણી જશે તેવા એક ડરમાં જીવતા હોય છે. સ્ત્રીઓ પોતાની સાડી કે ડ્રેસ અને પુરુષો શર્ટ પહેરીને પોતાના ડાઘ છૂપાવતા ફરે છે. જો કે આ રીતે ડાઘ છૂપાવવાનો કોઈ મતલબ નથી. આજના આધુનિક જમાનામાં એ પ્રકારની માનસિકતા દૂર કરવાની જરૂર છે. સ્ટ્રેચમાર્ક્સ કોઈને પણ થઈ શકે છે અને એ સાવ સામાન્ય તકલીફ છે. બોલીવૂડની નામી અભિનેત્રીઓ જેવી કે પ્રિયંકા ચોપરા, સોનાક્ષીસિંહા, પરીણિતી ચોપરા, સોનમ કપુર, ચિત્રાંગદા સિંહ અને બીજી અનેક અભિનેત્રીઓને સ્ટ્રેચમાર્ક્સની તકલીફો થઈ છે અને તેનો તેમણે જાહેરમાં સ્વીકાર પણ કર્યો છે. તો સ્ટ્રેચમાર્ક્સ હવે દૂર પણ થઈ શકે છે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કરી ચાલો તેને લગતો ડર દૂર કરીએ અને તે ડાઘને જ દૂર કરવાના ઉપાયો શરૂ કરીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત