પાઇનેપલ ખાવાથી ઘટે છે સડસડાટ વજન, શું તમે જાણો છો બીજા આ ફાયદાઓ વિશે?

પાઈનેપલ એ ટ્રોપિકલ ફળ છે, જે એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના ઘણા દેશોમાં ઉગે છે. પાઈનેપલ એટલે કે અનાનસમાં પાચનક્રિયા માટે આવશ્યક લગભગ તમામ વિટામિન અને ખનિજ આવેલાં છે. તે કિડનીને ઉત્તેજિત કરે છે, આંતરડાની વિકૃતિઓ દૂર કરે છે અને મૂત્રલ હોવાથી શરીરમાંથી ઝેરી તત્ત્વોને દૂર કરવામાં મદદરૂપ બને છે.

image source

અનાનસનો જ્યૂસ વિટામિન C અને B-1 નો એક સારો સ્રોત છે. વિટામિન B-1 બ્લડસુગરને ઊર્જામાં રૂપાંતરિત કરવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વળી, અનાનસનો જ્યૂસ શરીરમાં વધારાનું પાણી બનવાનું ઘટાડે છે અને શરીરમાં પાણીનું એક તંદુરસ્ત સંતુલન જાળવી રાખવા માટે મદદ કરે છે. પરિણામે, તમારા વજનમાં ચોક્કસ ટકાવારી જેટલો ઘટાડો કરી શકે છે. 100 કરતાં પણ વધારે જાતિના અનાનસ આજે વિશ્વમાં ઉપલબ્ધ છે, પણ તેમાંની માત્ર પાંજ જાતીઓની જ વ્યવસાયી ધોરણે ખેતી કરવામાં આવે છે.

રોગપ્રતિકારક તંત્રને કાર્યક્ષમ બનાવે છેઃ

image source

ફિલિપાઇન્સમાં યોજવામાં આવેલા એક અભ્યાસમાં સંશોધકોએ પાઈનેપલની અસર શાળાના વિદ્યાર્થીઓ પર તપાસી હતી. જે વિદ્યાર્થીઓને કેન્ડ પાઈનેપલ આપવામાં નહોતા આવ્યા તેમની સરખામણીએ જેમને કેન્ડ પાઈનેપલ આપવામાં આવ્યું તેમનામાં વાઈરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઓછું લાગ્યું હતું. તેમનો આ બિમારીમાંથી ઉભા થવાનો સમય ગાળો પણ ટુંકો હતો.

image source

અનાનસમાં બ્રોમેલેઈન તરીકે ઓળખાતું કુદરતી પ્રોટીન-પાચક એન્ઝાઈમ્સ આવેલું છે. બ્રોમેલેઈન બળતરાવિરોધી એજન્ટ છે, જે એથલેટિક ઇજાઓ, સંધિવા અને પોસ્ટ ઓપરેટિવ સોજાને દૂર કરવા માટે વપરાય છે. બ્રોમેલેઈન હરસ, મોટા આંતરડાના પડદાનો સોજો, ગળાની ખરાશ અને માસિક વિકૃતિઓની સારવાર માટે પણ અસરકારક સાબિત થયેલ છે. સ્વાસ્થ્ય માટે પાઈનેપલ ઘણી બધી રીતે ફાયદાકારક છે. વિટામીન-સીની વિપુલ માત્રા હોવાના કારણે તે આંખ, હાડકા, ચામડી માટે ખૂબ ગુણકારી છે. સાથે સાથે વજન ઘટાડવા માટે પણ પાઈનેપલ ઉપયોગી હોવાનું નવા સંશોધનમાં જણાયું હતું.

ઇટાલીમાં થયું પાઈનેપલ પર રિસર્ચ

image source

ઈટાલીની મિલાન યુનિવર્સિટીના સ્વાસ્થ્ય વિભાગના સંશોધકોએ પાઈનેપલ અંગે મહત્વપૂર્ણ સંશોધન કર્યું હતું. પાઈનેપલમાં વિટામીન્સ અને મિનરલ્સનો જથ્થો હોય છે અને તે શક્તિવર્ધક ફળ ગણાય છે. ૧૦૦ ગ્રામ પાઈનેપલમાં ૧૩ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૧૦ ગ્રામ શુગર, ૪૭ મિલિગ્રામ વિટામીન-સી, ૧૩ મિલિગ્રામ કેલ્સિયમ, ૧૨ મિલિગ્રામ મેગ્નેસિયમ, ૧૦૯ મિલિગ્રામ પોટેશિયમ વગેરે પદાર્થો હોય છે, પરંતુ ફેટની માત્રા માત્ર ૦.૧૨ ગ્રામ હોય છે. ઉનાળામાં લોકો કેરી, તરબૂચ, અનાનસ જેવા ફળો ખાસ ખાતા હોય છે. અનાનસની વાત કરીએ તો તે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. તમે અનાનસનો જ્યુસ પણ પી શકો છો. જાણો, ખટમીઠું અનાનસ આપણા સ્વાસ્થય માટે કઈ રીતે ફાયદાકારક છે.

પાઈનેપલ ઘટાડે વજન

image source

ફેટનું પ્રમાણ નહીંવત હોવાથી પાઈનેપલનું નિયમિત સેવન વજન ઘટાડવામાં મદદરૂપ બને છે. મિલાન યુનિવર્સિટીના સંશોધન પ્રમાણે પાઈનેપલની સિઝન હોય એ દરમિયાન દરરોજ એક પાઈનેપલ ખાઈને સવારે થોડીક કરસતો કરવાથી ફેટ ઓગળે છે અને એનર્જી જળવાઈ રહે છે. ચરબીના કારણે અશક્તિ આવી જતી હોય અને વારંવાર પગમાં સોજા ચડી જતાં હોય એમને દિવસમાં ૧૦૦ ગ્રામ પાઈનેપલ ખાવાની સંશોધકોએ સલાહ આપી હતી. પાઈનેપલમાં વિટામિન C, A અને સેલેનિયમ હોય છે. આ તત્વ રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. તેનાથી શરીર અલગ અલગ પ્રકારના રોગના વાયરસ સામે લડવામાં સક્ષમ બને છે. આના કારણે ઈન્ફેક્શનની શક્યતા પણ ઘણી ઓછી થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત