ઘરે આ રીતે બનાવો એલચીમાંથી કાઢો, કોરોનાનો નહિં રહે કોઇ ડર

તમારી ઇમ્યુનિટી વધારવા માટે કરો લવિંગ ઇલાઇચાના આ ઉકાળાનો પ્રયોગ – છે અકસીર – જાણીલો તેને બનાવવાની રીત

કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો છે. આ વાયરસના સંક્રમણના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. ડોક્ટર્સ તેમજ નિષ્ણાતોનું કહેવું છે કે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તેમને આ વાયરસના સંક્રમણનું જોખમ સૌથી વધારે રહે છે.

image source

તેવામાં ઇમ્યુનિટી મજબૂત કરવા માટે હાઇ ઇમ્યુનિટિ વાળો ખોરાક તેમજ પીણાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત આયુર્વેદિક ઉપાયોની મદદથી પણ ઇમ્યુનિટિને મજબૂત બનાવી શકાય છે. લવિંગ અને ઇલાઈચીથી બનાવવામાં આવતો ઉકાળો તમારી ઇમ્યુનીટીને મજબૂત બનાવાનો રામબાણ ઉપાય છે. તો ચાલો જાણીએ આ ઉકાળાને બનાવાય કેવી રીતે અને તેનું સેવન ક્યારે કરવું તે વિષે.

ઉકાળો બનાવવા માટેની સામગ્રી

1 ચમચી કાળા મરી

image source

1 ચમચી લવિંગ

1થી 2 ઇલાઈચી

image source

2થી3 મુનક્કા (કાળીકીશમીશ)

1 લાકડી તજ

7-8 તુલસીના પાન

image source

2-3 હળદરના ટુકડા

ઉકાળો બનાવવાની રીતઃ સૌથી પહેલા કાળા મરી, લવિંગ, ઇલાયચી, મુનક્કા, તજ અને હળદરને થોડીવાર માટે સાવજ ધીમી આંચ પર શેકી લેવા. ત્યાર બાદ તેનો પાઉડર બનાવી લેવો. હવે એક પેનમાં પાણી ઉંમેરી તેને થોડીવાર માટે ઉકાળી લેવું. એક ઉભરો આવ્યા બાદ તેમાં એકથી 2 ચમચી શેકેલો પાવડર ઉમેરી દેવો. તેને 10-15 મિનિટ માટે તે પાણીમાં ઉકાળવું. ત્યાર બાદ આ ઉકાળાને ચાળી લેવો અને તેને હુંફાળુ ગરમ રહે ત્યારે પી લેવું.

આ ઉકાળાનું સેવન ક્યારે કરવું

image source

રોજ સવારે ઉઠીને ખાલી પેટે તમે આ ઉકાળાનું સેવન કરી શકો છો. આ ઉપરાંત જમ્યા પછી પણ આ ઉકાળો પી શકો છો. રોજ 2થી ત્રણ વાર આ ઉકાળો પીવાથી તમારું શરીર અંદરથી મજબૂત પણ બને છે. ઇમ્યુનીટી મજબૂત કરવા ઉપરાંત આ ઉકાળો શરદી-ઉધરસ તેમજ ગળાની ખરાશની સમસ્યાને પણ દૂર કરે છે.

ઇમ્યુનિટી મજબૂત બનાવવાના અન્ય ઉપાય

વિટામીન ડી વાળા ફૂડ્સનું સેવન કરવાથી ઇમ્યુનીટી વધે છે.

image source

રોગપ્રતિરોધક ક્ષમતા વધારવામાં મેટાબોલિઝમનું ખાસુ મહત્ત્વ હોય છે. માટે ઇમ્યુનિટિ મજબૂત કરવા માટે તમારે તમારું મેટાબોલિઝમ વધે તેવો આહાર લેવો જોઈએ.

દહીં છાશ કે પછી દૂધ જેવી વસ્તુઓનો તમારે ડાયેટમાં સમાવેશ કરવો જોઈએ.

લસણ, અશ્વગંધા, અને આદુ જેવી ઔષધીમાં આપણી ઇમ્યુનીટી વધારવાની ક્ષમતા હોય છે અને આ શરીરને સંક્રમણ સામે લડવા માટે પણ તૈયાર કરે છે.

image source

રોજ દિવસમાં એક અથવા બે વાર મધ અથવા તુલસીનું પાણી પીવાની આદત રાખવી જોઈએ તેનાથી પણ તમારી ઇમ્યુનિટિ મજબૂત બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત