વજન ઘટવાની જગ્યાએ કેમ વધવા લાગે છે, જાણો કારણો વિશે

આ ખાસ કરાણોથી તમારું વજન ઘટવાની જગ્યાએ વધવા લાગે છે

ઘણા લોકો લાખ પ્રયાસ કરે તો પણ તેમનું વજન તેમના કંટ્રોલમાં નથી રહેતું. તે તેટલું જ રહે છે અથવા તો વધી જાય છે, કલાકો જીમમાં વર્કાઉટ કરવા, ખાવા-પીવાનું છોડી દેવાથી લોકોને લાગે છે કે વજન ઘટી જશે, પણ એવું નથી. તમે ભલે ગમે તેટલું વર્કઆઉટ કરી લો, એક્સરસાઇઝ કરી લો.

image source

કે પછી વેઇટ લોસનો ડાયેટ પ્લાન ફોલો કરી લો, જ્યાં સુધી તમારી લાઇફસ્ટાઇલ યોગ્ય નહીં થાય, તમારું વજન ઓછું નહીં થાય. તમે સ્વસ્થ તેમજ ફીટ નહી રહી શકો. ગમે ત્યારે ભોજન કરવું, નાશ્તો ન કરવો, જલદી-જલદી ખાઈ લેવું વિગેરે કેટલીક એવી ખોટી આદતો છે, જે વજનને ઘટાડવાની જગ્યાએ વધારી દે છે. તો ચાલો જાણીએ કેટલીક એવી ભૂલો વિષે જેને તમે અવારનવાર કરો છો અને તે જ ભૂલોના કારણે તમારું વજન ઘટવાની જગ્યાએ વધવા લાગે છે.

કલાકોના કલાકો વર્કાઉટ કરવાથી વજનમાં ઘટાડો નથી થતો

image source

જો તમને એવું લાગતુ હોય કે જીમમાં કે ઘરમાં કલાકોના કલાકો વર્કાઉટ કરવાથી વજન ઘટી શકે છે, તો તમે ખોટા છો. તમે જેટલું વર્કઆઉટ અને એક્સરસાઇઝ કરશો તેટલી જ કેલરી બર્ન કરવામાં મદદ મળશે. સાથે સાથે તમને ભૂખ પણ તેટલી જ વધારે લાગશે. ભૂખ વધારે લાગશે તો તમે વધારે પ્રમાણમાં શો, જેનાથી તમે વર્કાઉટ પાછળ કરેલી બધી જ મહેનત પર પાણી ફરી જશે. તેનાથી વજન ઘટાડવામાં મુશ્કેલી ઉભી થાય છે.

ખૂબ ઓછું પાણી પીવું

image source

જો તમે એક દિવસમાં ત્રણ લીટર પાણી પીતા હોવ, તો તમે સરળતાથી વજન ઘટાડી શકો છો, પણ જો તમે ખૂબ ઓછું પાણી પીવો છો, તો તમારે તમારી આ આદતને સુધારી લેવી જોઈએ. પાણી ઓછું પીવાથી શરીરમાં પાણીની ખોટ સર્જાય છે અને શરીરમાં હાજર ટોક્સિક પદાર્થોને બહાર નીકળવામાં મુશ્કેલી થાય છે. ટોક્સિક પદાર્થ જ્યારે બહાર નીકળી જાય તે તો શરીરનું મેટાબોલિઝમ સુધરે છે. મેટાબોલિઝમ વજન ઘટાડવામાં મદદ કરે છે.

ઉતાવળે ઉતાવળે ખાવું

image source

એક સંશોધન પ્રમાણે, જે લોકો ખુબ જ જલદી ખાવાનું ખાય છે, તેઓ ઓછું ખાઈ શકે છે. તેનાથી તેમને બીજી વાર જલદી ભૂખ લાગે છે અને તેઓ વધારે ખાઈ લે છે. તેનાથી વજન વધી શકે છે. જલદી જલદી ખાવાથી ન તો તમે ભોજનને યોગ્ય રીતે ચાવી શકતા કે નથી તો પેટમાં જઈને તે જલદી પચતુ. તેનાથી શરીરમાં વધારે કેલરી જમા થાય છે, તેના કરતાં સારું એ રહેશે કે તમારે ધીમે-ધીમે ખાવું જોઈએ, જેથી કરીને તમારું ભોજન યોગ્ય રીતે પચી જાય અને તમે તમારું વજન કંટ્રોલમાં કરી શકો.

નાશ્તો નહીં કરવાની આદત

image source

આજકાલ લોકોને નાશ્તો કર્યા વગર શાળાએ, કોલેજ તેમજ ઓફિસ જવાની ખૂબ ઉતાવળ હોય છે. અને પછી કેન્ટિનમાં જઈને કંઈ પણ કચરો ખાવાની આદત હોય તો તમારા શરીરને પુરતું પોષણ નથી મળતું. આ બધી જ આદતો વજન વધારવા પાછળ કારણરૂપ હોઈ શકે છે. નાશ્તો નહીં કરવાથી દિવસ દરમાયન ભૂખ લાગે છે. તેવામાં તમારીસામે જે પણ વસ્તુ આવે છે તે તમે ખાવા લાગો છો. નાશ્તામાં કેલરી ઇનટેક પર પણ ધ્યાન આપવું જોઈએ, કારણ કે બ્રેક ફાસ્ટ દરમિયાન લેવામાં આવેલી કેલરી આખા દિવસ દરમિયાન બર્ન થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત