ચોકલેટ અને કોરોના, શું થયો આ વિશે રિસર્ચમાં દાવો જાણો તમે પણ

જાપાની સંશોધકોનો દાવો: કોરોના વાઇરસની અસર ઘટાડવામાં ચોકલેટ છે સક્ષમ! જાણો સંશોધન શું કહે છે

ચોકલેટ ખાવી કોને ન ગમે? નાના મોટા સૌ ચોકલેટ પાછળ પાગલ હોય છે. ઘણાં લોકો તો ઇચ્છવા છતાં ચોકલેટથી દૂર રહી શકતા નથી. બાળકો માટે તો ચોકલેટ વગર રહેવું મુશ્કેલ હોય છે. સામાન્ય રીતે લોકોની માન્યતા છે કે ચોકલેટ ખાવાથી નુકસાન થાય છે.

IMAGE SOURCE

પરંતુ છેલ્લા થોડા વખતથી થતી શોધખોળોમાં બહાર આવ્યું છે કે છે કે ચોકલેટ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન નહીં પરંતુ ફાયદો થાય છે. કોરોના વાઇરસનો ચેપ લાગવાથી બચવું હોય તો ચોકલેટ ખાઓ. આ દાવો જાપાની સંશોધકોએ તેમના રિસર્ચમાં કર્યો છે.

image source

સાયન્સ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ચોકલેટ પ્રાકૃતિક રીતે શરીરની ઇમ્યુનિટી વધારે છે. રિસ્રચમાં જાણવા મળ્યું કે, જે લોકો ચોકલેટ ખાય છે તેમના વેક્સીનેશન પછી ઇમ્યુન રિસપોન્સ તીવ્ર બની જાય છે. સંશોધકોના જણાવ્યાનુસાર, શરીરમાં કોકો પહોંચવા પર એન્ટિ-માઇક્રોબિયલ એક્ટિવિટી વધે છે વાઇરસની અસર ઘટાડે છે. તેને મર્યાદિત માત્રામાં ખાવી ફાયદાકારક છે કારણ કે, તે મનને ખુશ રાખવાની સાથે શરીરની રોગો સામે લડવાની ક્ષમતા પણ વધારે છે.

ચોકલેટ વધતી ઉંમરની અસર ઘટાડે છે અને વજન કન્ટ્રોલ કરે છે

image source

વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર, ચોકલ્ટમાં રહેલું કોકો ફ્લેનવોલ વધતી ઉંમરની અસરને ઝડપથી નથી દેખાવા દેતું. તેમજ, એક અમેરિકન રિસર્ચ અનુસાર, દરરોજ હોટ ચોકલેટના બે કપ પીવાથી વૃદ્ધ લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને તેમની વિચારવાની શક્તિ પણ સારી બને છે.

image source

એક રિસર્ચ અનુસાર, બે અઠવાડિયાં સુધી દરરોજ ડાર્ક ચોકલેટ ખાવાથી સ્ટ્રેસ ઘટે છે. ચોકલેટ ખાવાથી સ્ટ્રેસ વધારતા હોર્મોન કન્ટ્રોલમાં આવે છે. તેને ઓક્સીડેટિવ સ્ટ્રેસ ઘટાડવા માટે બહુ પાવરફુલ માનવામાં આવે છે. તેના કારણે સોજો, ચિંતા અને ઇન્સુલિન વગેરે જેવી સમસ્યાઓ પેદા થાય છે.

image source

વર્ષ ૨૦૧૦માં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, આ બ્લડ પ્રેશર ઘટાડે છે. યુરોપીય સોસાયટી ઓફ કાર્ડિયોલોજીના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ચોકલેટ ખાવાથી હૃદય સંબંધિત અનેક પ્રકારના રોગોથી બચી શકાય છે.

image source

ઓસ્ટ્રેલિયન સંશોધકો દ્વારા વર્ષ ૨૦૧૫માં કરવામાં આવેલા એક રિસર્ચ અનુસાર, આ માનસિક સ્વાસ્થ્ય માટે પણ બહુ ફાયદાકારક છે. કેલિફોર્નિયાની સેન ડિએગો યુનિવર્સિટીના એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જે પુખ્ત વયની વ્યક્તિ નિયમિત રીતે ચોકલેટ ખાય તેમો બોડી માસ ઇન્ડેક્સ ચોકલેટ ન ખાતા લોકો કરતાં ઓછો રહે છે.

યુરોપમાં ચોકલેટને મીઠાશ મળી હતી ત્યારબાદ તેને રોયલ ડ્રિંકમાં સામેલ કરવામાં આવી હતી

પ્રારંભિક તબક્કામાં ચોકલેટનો ટેસ્ટ તીખો હતો. કોકોના બીજને ફોર્મેટ કરીને રોસ્ટ કરવામાં આવતા હતા અને ત્યારબાદ તેને ક્રશ કરવામાં આવતા હતા. ત્યારબાદ તેમાં પાણી, વેનિલા, મધ, મરચું અને અન્ય મસાલા નાખીને તેની પેસ્ટ બનાવવામાં આવતી હતી.

image source

તે સમયે આ રોયલ ડ્રિંક ગણાતું હતું. પરંતુ ચોકલેટને મીઠાશ યુરોપ પહોંચીને મળી. યુરોપમાં સૌપ્રથમ સ્પેનમાં ચોકલેટ પહોંચી હતી. સ્પેનનો ખોજી હર્નેન્ડોકોર્ટેસ એજટેકના રાજા માન્તેજુમાના દરબારમાં પહોંચ્યો હતો અને તેણે પહેલીવાર ચોકલેટ રજૂ કરી હતી. ચોકલેટની શરૂઆત મેક્સિકો અને મધ્ય અમેરિકાના લોકોની હતી. સ્પેને મેક્સિકો પર કબજો કરી લીધો. પરંતુ રાજા જ્યારે પરત સ્પેન આવ્યો ત્યારે તે તેની સાથે કોકોના બીજ અને સામગ્રી લઈ આવ્યો. ટૂંક સમયમાં જ આ ત્યાંના લોકોને ભાવી ગઇ અને ધનવાન લોકોનું તે મનપસંદ ડ્રિંક બની ગયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,